December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્રથમ વર્ષ બી ફાર્મસી, એમ ફાર્મસીનો ઓરિયએન્‍ટેશન પોગ્રામ યોજાયો

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, વાપીમાં પ્રથમ વર્ષ બી. ફાર્મસી અને એમ. ફાર્મસીમાં નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્‍ટેશન પ્રોગ્રામ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, વાપીમાં તારીખ 22/10/2024 મંગળવારના રોજ પ્રથમ વર્ષ બી. ફાર્મસી અને એમ. ફાર્મસીમાં નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્‍ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગેસ્‍ટ તરીકે વલસાડ જિલ્લાના ડ્રગ ઇન્‍સ્‍પેકટર શ્રી શૈલેષ વસાવા અને એક્‍ઝીમેડ ફાર્માસ્‍યુટિકલના સિનીયર જનરલ મેનેજર શ્રી મનિષ ઉપાધ્‍યાય ઉપસ્‍થિત રહ્યા હતા, તેમજ સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને જણાવ્‍યું કે વિદ્યા સાથે વિનમ્ર હોવું ખુબજ જરૂરી છે જેવા ઉમદા માર્ગદર્શન વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી આશિર્વાદ આપ્‍યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન સંસ્‍થાના એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજનાઆચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્‍યું હતું, અને કાર્યક્રમનું ટેકનીકલ સંચાલન પ્રોફેસર ડૉ. કાન્‍તિલાલ બી. નારખેડે દ્વારા તેમજ આયોજન કો-ઓર્ડીનેટર આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર વિધિ પટેલ અને શ્રીમતી જ્‍યોતિ પંડયા દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું અને ઉપસ્‍થિત અતિથીઓનું તિલક કરી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જેમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ પ્રથમ વર્ષ બી. ફાર્મસી અને એમ. ફાર્મસીના નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને ફાર્મસી ફિલ્‍ડ વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ડ્રગ ઇન્‍સ્‍પેકટર શ્રી શૈલેષ વસાવાએ વિદ્યાર્થીઓને જી.પી.એસ.સી. પરીક્ષા તેમજ ફાર્મસી ફિલ્‍ડમાં અલગ-અલગ પ્રકરના જોબ પોસ્‍ટ વિશે માહિતી આપી હતી. તેમજ વધુમાં જણવ્‍યું હતું કે તમારું વર્તન અને વ્‍યવહાર સાચી દિશામાં હોવું ખુબજ જરૂરી છે. આ ઉપરાંત એક્‍ઝીમેડ ફાર્માસ્‍યુટિકલના સિનીયર જનરલ મેનેજર શ્રી મનિષ ઉપાધ્‍યાયએ વિદ્યાર્થીઓને ઇન્‍ડસ્‍ટ્રીયલ ડીસીપ્‍લેન અને જોબ રિકવાર્મેન્‍ટ વિશે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત ઇન્‍ટર એક્‍ટીવ ક્‍વેન-આન્‍સર સેશન કરી વિદ્યાર્થીઓના ડાઉટસ ક્‍લીયર કરી માર્ગદર્શન આપ્‍યા હતા.
આ કાર્યક્રમ બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામીકેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, પૂજ્‍ય હરિ સ્‍વામીજી સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં વૃદ્ધ દંપતિના ઘરમાં પાંચ જેટલા લૂંટારૂઓ ત્રાટકી ચપ્‍પુની અણીએ સોના-ચાંદીના દાગીના લૂંટી ફરાર

vartmanpravah

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

vartmanpravah

Leave a Comment