(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : નરોલી ચેકપોસ્ટ નજીક આયશર ટેમ્પોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ભીલાડથી નરોલી તરફ આવી રહેલ આઇસર ટેમ્પો નંબર ડીડી-01-એચ-5946ના ચાલકે ટેમ્પોના આગળના ભાગમાંથી ધુમાડો નીકળતા જોતા ચેકપોસ્ટ નજીક રોડની સાઈડ પર ઉભો રાખી ચાલક ઉતરી ગયો હતો જેવો એ ઉતર્યો તેની સાથે ટેમ્પોના આગળના ભાગે અચાનક આગ પકડી લીધી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ટેમ્પોના આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.