ગુજરાત-મહારાષ્ટ્ર એક હતું ત્યારે મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનું જી.આઈ. ટેગ મેળવી લીધુ હતું તેથી હવે સ્થાનિક ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.24: વલસાડી હાફૂસ કેરી વિશ્વ વિખ્યાત છે. પરંતુ વિશ્વ બજારમાં વેચાણ કરવામાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. વલસાડી હાફુસ કેરી માટેની જી.આઈ. ટેગ નહી હોવાથી વૈશ્વિક બજારમાં જોઈએ તેવો પ્રતિસાદ મળી રહ્યો નથી.
વલસાડ જિલ્લામાં 45 હજાર હેક્ટર જમીનમાં આંબાની વાડીઓ છે. હાફુસ તથા કેસર કેરીનું મબલક ઉત્પાદન પણ છે પરંતુ એક્સપોર્ટ બજારમાં વલસાડી હાફુસ કેરી પાસે જી.આઈ. ટેગ નહી હોવાથી માંગ ઉપર સીધી અસર પડે છે. જી.આઈ. ટેગ એટલે જીયોગ્રાફિકલ આઈડેન્ટીફીકેશન ઈન્ડેક્ષ ટાઈટલ જે વલસાડી હાફુસ કેરીને નથી મળેલું જે તે ટાઈમે ગુજરાત-મહારાષ્ટ્ર એક હતું ત્યારે ઉદવાડા-પારડીથી કલમો લઈને મહારાષ્ટ્રના રત્નાગીરી વિસ્તારમાં કેરીનું વાવેતર કરેલું અને તેનું જી.આઈ. ટેગ પણ રજીસ્ટ્રેશન કરાવી દીધું હતું. તેથી વલસાડી હાફુસ કેરી સામે વૈશ્વિક બજારમાં રત્નાગીરી કેરી જી.આઈ. ટેગ ધરાવતી હોવાથી માંગ રહે છે. તેનું સીધુ નુકશાન વલસાડ જિલ્લાના હાફુસ પકવતા ખેડૂતોને પડી રહ્યું છે તેથી સ્થાનકીય, રાજકીય આગેવાન અને ગુજરાત સરકારે જી.આઈ. ટેગ માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે.