December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરામાં રહેતા વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો

વાયુ વેગે વિડીયો વાયરલ થતા લોકો પોલીસ સ્‍ટેશન દોડી ગયા : તાત્‍કાલિક સાહિલની અટક કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ પારનેરામાં રહેતા એક વિધર્મી યુવાને સોશિયલ મીડિયામાં પાકિસ્‍તાન ઝીંદાબાદ જેવા શબ્‍દો-ગીત ભરેલો વિડીયો અપલોડ કરવાની ગુસ્‍તાખી ભારે પડી ગઈ હતી.
પારનેરામાં રહેતો સાહિત નામના યુવાને ગતરોજ સોશિયલ મીડિયામાં પાકિસ્‍તા ઝીંદાબાદનો વિડીયો અપલોડ કર્યો હતો. વિડીયોમાં પાકિસ્‍તાન ઝીંદાબાદ સાથે દિલકી આશ વતન અપના ઝઝબા વતન જેવું ગીત પણ વાગતું હતું. જેવો વિડીયો વાયરલ થતા વાયુવેગે વલસાડમાં સમાચાર ફરી વળ્‍યા હતા. લોકોના ટોળેટોળા સિટી પોલીસ સ્‍ટેશન પર પહોંચી ગયાહ તા અને હંગામો શરૂ થઈ ગયો હતો. પોલીસે તાત્‍કાલિક એકશન લઈને વિધર્મી યુવાન સાહિલની ધરપકડ કરી હતી. યુવાને પોલીસ સ્‍ટેશનમાં આવી બધાની જાહેર માફી માંગીને ભુલ સ્‍વિકારીને કહ્યું હતું ‘‘હિન્‍દુસ્‍તાન ઝીંદાબાદ”ના નારા લગાવ્‍યા હતા. હિન્‍દુસ્‍તાન ઝીંદાબાદ થા અને રહેગા તેવું કહી જાહેરમાં સાહિલએ માફી માંગી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં ડેલકર પરિવારના નામે નોંધાયા અનેક વિક્રમઃ પહેલાં પિતા ત્‍યારબાદ પુત્ર અને હવે પત્‍ની પણ સાંસદ બન્‍યા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદની બીજી ઈનિંગમાં 24 કલાક દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ

vartmanpravah

દમણ જિલ્લા કક્ષાની રમતગમત સ્‍પર્ધામાં ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ સ્‍કૂલ નાની દમણ કબડ્ડી અને 200 મીટર દોડ(છોકરા)માં પ્રથમ: છોકરીઓની શ્રેણીમાં ખોખોની રમતમાં મેળવેલો દ્વિતીય ક્રમ

vartmanpravah

સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી

vartmanpravah

દમણના રાજા

vartmanpravah

સિમલા ખાતે ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય પદાધિકારીઓની મળેલી બેઠકમાં ચિંતન-મનન: દેશમાં અનુ.જાતિ સમુદાયના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ભાજપ દ્વારા થનારા ઠોસ પ્રયાસો

vartmanpravah

Leave a Comment