September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડાની ક્રીપા કંપનીમાં બ્‍લાસ્‍ટ: વેલ્‍ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.22: પારડીના બગવાડા ટોલનાકા પાસે આવેલ ક્રિપા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્‍લાસ્‍ટ થતા કંપનીમાં કામ કરતા પિતા-પુત્રમાંથી પિતાનું મોત નીપજ્‍યું હતું.
પારડી તાલુકાના તીઘરા ગામે બગવાડા ટોલનાકા પાસે આવેલ ક્રિપા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા ધ્રુમીન રતિરામ ગૌતમ અને તેના પિતારતિરામ મૈંકુલાલ ગૌતમ રહે. પારડી બગવાડા રાકેશભાઈની ચાલ મૂળ યુપી રાબેતા મુજબ કંપનીમાં નોકરીએ ગયા હતા. જે દરમિયાન સવારે 10 વાગ્‍યાના સોમવારે રતિરામ ગૌતમ વાર્નિશ ટાંકીમાં ગેસ વેલ્‍ડીંગનું કામ કરી રહ્યા હતા. ત્‍યારે ટાંકીમાં બ્‍લાસ્‍ટ થતાં રતિરામને હાથ-માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને તાત્‍કાલિક પારડી કુરેશી હોસ્‍પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ટૂંકી સારવાર દરમિયાન રતિરામ ગૌતમ ઉંમર 56 નું મોત નીપજ્‍યું હતું. સમગ્ર ઘટના અંગે પુત્ર ધ્રુમીન ગૌતમે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ત્‍યારે કંપની દ્વારા કર્મચારીઓને સેફટી સાધન આપે છે કે નહીં તેના સામે પ્રશ્નાર્થ ઉઠ્‍યા હતા.

Related posts

કપરાડા-3(માંડવા) 108ની ટીમે એક જ દિવસમાં બે મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી

vartmanpravah

વાપી ગુંજનમાં રખડતા જાનવરોએ જાહેર રોડ ઉપર રેસ લગાવતા ભયનો માહોલ છવાયો

vartmanpravah

ચીખલી-વાંસદા રોડ ઉપર મારૂતિ વેનમાં આગ લાગી

vartmanpravah

બિસ્‍માર માર્ગોને લઈ અમદાવાદ – મુંબઈ હાઈવે પર પાંચ કી.મી. લાંબી વાહનોની લાઈનો

vartmanpravah

ઓલપાડમાં ઈન્‍ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નગીનભાઈ પટેલની નિમણૂક

vartmanpravah

ડીએમસી વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment