September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના યુવાનને નેવરીમાં અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સ્‍થળ પર જ મોત

વાઘછીપાના સરપંચના મોબાઇલમાં વોટ્સઅપ ગ્રુપમાં આવેલ ફોટા જોતા અકસ્‍માતની જાણ થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.22: કપરાડાના માની ચીચપાડા મશિયા ફળિયા ખાતે રહેતા પ્રદીપભાઈ મોહનભાઈ ગહલા પોતાના બનેવી રાકેશ સાથે વાઘછીપાના સરપંચ સુરેશભાઈના ઘરે રહી ભાત (ડાંગર) કાપવાની મજૂરી કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.
તારીખ 21.10.2024 ના રોજ વાઘછીપાના સરપંચ સુરેશભાઈના મોબાઈલના વોટ્સઅપ ગ્રુપમાં અકસ્‍માતના ફોટા આવતા સરપંચ સુરેશ ભાઈએ આ ફોટા પોતાના ઘરે રહી મજૂરી કામ કરતા પ્રદીપભાઈતથા એમના બનેવી રાકેશને ફોટા બતાવતા તેઓએ ફોટા જોઈ પ્રદીપએ પોતાના કાકાના છોકરા દિલીપભાઈ ખંડુભાઈ ગહલા હોવાનું જણાવતા સરપંચ સુરેશભાઈ બંને મજૂરોને લઈ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા.
પારડી તાલુકાના નેવરી દેસાઈ ફળિયા ખાતે પારડીથી નાનાપોંઢા જતા રોડ પર કોઈ અજાણ્‍યા વાહન ચાલકે દિલીપભાઈ ખંડુંભાઈ ગહલા રહે.કપરાડા માની ચીચપાડા મશીયા ફળિયાને ટક્કર મારી ભાગી જતા દિલીપભાઈને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું સ્‍થળ પર જ મોત નીપજ્‍યું હતું. સ્‍થળ પર પહોંચેલા કાકાના છોકરા પ્રદીપએ આ અકસ્‍માત અંગેની જાણ પોતાના પરિવારજનોને કરી લાશને પીએમ માટે પારડી સીએચસી ખાતે લાવી આ અંગેની અજાણ્‍યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાવી હતી.

Related posts

સિલ્‍ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો દમણમાં પાંચ વર્ષ પહેલાં થયેલ એક મહિલાની હત્‍યા કેસના આરોપીને આજીવન કેદ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

vartmanpravah

વલસાડ ફીટ ઈન્‍ડિયા સાઇકલીંગમાં 10 કિમીની સાઈકલ રાઈડ યોજાઈ

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને, ‘મલ્‍ટી પોસ્‍ટ મલ્‍ટી વોટ’ ઈવીએમનું ફર્સ્‍ટ લેવલ ચેકિંગ

vartmanpravah

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

દમણઃ દલવાડા ગૌશાળામાં 60 થી વધુ પશુઓના મોતઃ સમોસાની પટ્ટી પશુઓના મોત માટે નિમિત્ત હોવાનું પ્રાથમિક તારણ

vartmanpravah

Leave a Comment