(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: ગુજરાત રાજ્યમાં રોડ અકસ્માત સહિતના બનાવો અટકાવવાના હેતુથી સરકારશ્રી દ્વારા દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને વલસાડ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જે અન્વયે આરટીઓ અધિકારીઓની ટીમ બનાવી વલસાડ શહેરના જુદા જુદા વિસ્તારોમાં દ્રિચક્રી વાહનો કે જેમાં વાહન ચાલક દ્વારા હેલમેટ ન પહેરનાર 56 વાહન ચાલકોને મેમો આપી કુલ રૂ.1,51,100નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.