December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ભેંસધરામાં દિવાળી નિમિત્તે ફટાકડા-મીઠાઈ-કપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: રોટરેક્‍ટ ક્‍લબ ઓફ વલસાડ દ્વારા ભેંસધરા, ધરમપુર સ્‍કૂલ ખાતે દિવાળીનિમિત્તે ફટાકડા, બિસ્‍કીટ, મીઠાઈ તથા કપડાનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવ્‍યું હતું. ભારતીય જનસેવા સંસ્‍થાન સંચાલિત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા ભેંસધરા, ધરમપુર ખાતે રોટરેક્‍ટ કલબ ઑફ વલસાડ ગૃપ દ્વારા વિદ્યાર્થીઓને દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા, ચોકલેટ, બિસ્‍કીટ, મિઠાઈ, કપડાનું નિઃશુલ્‍ક વિતરણ કર્યું હતું. આ પ્રસંગે રોટ્રેક્‍ટ પ્રેસિડેન્‍ટ આરટીઆર હિત દેસાઈ તેમજ આરટીએન નિરાલી ગજ્જર દ્વારા બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ માટે પણ શુભેચ્‍છાઓ પાઠવી હતી. રોટરી ક્‍લબ ઓફ વલસાડ અને રોટરી વલસાડ રેન્‍જરનો સહયોગ મળ્‍યો હતો. આ દિવાળીમાં તમામ વિદ્યાર્થીના જીવનને હર્ષ ઉલ્લાસથી ભરી દેવા પ્રયાસ કરાયો હતો.

Related posts

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

vartmanpravah

સેન્ટ્રલ પ્રાઈમરી મરાઠી સ્કૂલ, સેલવાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ સાતમાલીયા ડિયર પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

લાંબા સમય બાદ દાનહમાં પણ ફરી માથું ઊંચકી રહેલો કોરોનાઃ 01 પોઝીટીવ : પ્રશાસન સતર્ક

vartmanpravah

ભારે વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાની મુલાકાત લેતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ

vartmanpravah

‘‘ગાર્બેજ ફ્રી ઈંડિયા” ની થીમ સાથે ‘‘ગાર્બેજ ફ્રી વલસાડ” બનાવવા સ્‍વચ્‍છતાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ

vartmanpravah

દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ વિશેષ બેઠકમાં લેસ્‍ટર-યુ.કે.ના કોળી પટેલ સમાજના અધ્‍યક્ષ બનતા વાસુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment