(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના પીપરીયા વિસ્તારમાં હેમિલ્ટન કંપની નજીક ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું હતું જેને આજે સેલવાસ નગરપાલિકા દ્વારા જોસેફ સિરિલ બામફોર્ડ (જે.સી.બી.) મશીન દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. નગરપાલિકા વિસ્તારમાં રસ્તાની આજુબાજુ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર/અનધિકૃત નિર્માણ અને અતિક્રમણ કરવામાં આવેલ હોય તો તેને સ્વૈચ્છાએ હટાવવા ન.પા. દ્વારા સાર્વજનિક સૂચનાના માધ્યમથી જાણ કરવામાં આવે છે. જો તેમ કરવામાં આવે તો પાલિકા દ્વારા ગેરકાયદેસર નિર્માણ અને અતિક્રમણ પર વિકાસ નિયંત્રણ નિયમ-2014 અને દાનહ અને દમણ દીવ નગર પાલિકા વિનિયમન-2004 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. એમ જણાવાયું છે.