September 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની લવકર પીએચસીમાં વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લાના 52 પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને 7 શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે વિશ્વ આયોડિન ઉણપ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેઅંતર્ગત કપરાડા તાલુકાના લવકર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે આ દિનની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50 થી 60 સગર્ભા બેનોના આરોગ્‍યની તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્‍ય કચેરીના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલે જણાવ્‍યુ કે, દર વર્ષે 21 ઓક્‍ટોબરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આયોડિન યુક્‍ત મીઠુ શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્‍વનું છે. શરીરમાં આયોડિનની ઉણપથી સગર્ભાવસ્‍થામાં અને આવનાર નવજાત બાળકોને ખૂબ જ ગંભીર અસર કરે છે. ગોઈટર (ગલગંડ), માનસિક પંગુતા, કસુવાવડ, ઠીંગણાપણુ જેવા રોગો થાય છે. આયોડિનએ ગર્ભધારણથી લઈને જન્‍મ પછીના બે વર્ષ સુધીના બાળકો માટે આવશ્‍યક પોષક તત્‍વો છે. આયોડિન જરૂરીયાતની પૂર્તિ અનાજ અને ધાન્‍ય ખોરાકમાંથી થાય છે. પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળે તો થાઈરોઈડ ગ્રંથિને અસર કરે છે. આયોડિન માટેની જાગૃતતા લાવવા માટે આ દિવસ ઉજવાય છે. આજના ફાસ્‍ટફૂડ જમાનામાં આયોડિનયુક્‍ત મીઠાની ઉણપને લીધે બિમારીઓનું જોખમ વધી રહ્યું છે.

Related posts

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

vartmanpravah

પારડી હાઈવે ખડકી બ્રિજ પાસે રીક્ષા-બાઈક વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્‍માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો

vartmanpravah

દમણ બાલ ભવનના બાળકોએ લીધેલી અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાત

vartmanpravah

દપાડા ગામના ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીની પથ્‍થરની ખાણમાંથી મળી આવીઃ હત્‍યા કરાયેલ હોવાનો પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ

vartmanpravah

પારડીથી નાનાપોંઢા જતા રસ્‍તાનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment