Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાદરા નગર હવેલીનું 57.36 ટકા પરિણામ

દાનહ જિલ્લામાં સૌથી વધુ પરિણામ પ્રભાત સ્‍કોલર એકેડેમી સ્‍કૂલ સેલવાસનું પરિણામ 91.94 ટકા અને સૌથી ઓછું પરિણામ ગવર્નમેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દાદરા ગુજરાતી માધ્‍યમનું 37.50 ટકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31 : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ, 2023માં લેવાયેલ ધોરણ 12 સામાન્‍ય પ્રવાહ (આર્ટ્‍સ અને કોમર્સ)નું આજે પરિણામ જાહેર થયું હતું. જેમાં દાદરા નગર હવેલીની 11 જેટલી સરકારી અને બે ખાનગી શાળાના 2859 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1640 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા હતા જ્‍યારે 1219 વિદ્યાર્થીઓ અનઉત્તિર્ણ રહ્યા હતા.
દાદરા નગર હવેલી જિલ્લાની સરકારી શાળાનું કુલ પરિણામ 56.16 ટકા અને ખાનગી શાળાનું 87.96 ટકા પરિણામ રહેવા પામ્‍યું હતું. જ્‍યારે જિલ્લાનું કુલ પરિણામ 57.36 ટકા આવ્‍યું છે. જિલ્લાની સરકારી શાળાઓમાં હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દાદરા કોમર્સ અંગ્રેજી માધ્‍યમમાં 115 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 65 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 50 નાપાસ થયા હતા, આ શાળાનું પરિણામ 56.52ટકા આવ્‍યું હતું જ્‍યારે હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દાદરા કોમર્સ-ગુજરાતી માધ્‍યમમાંથી 25 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 16 પાસ થયા હતા અને 9 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 64 ટકા આવ્‍યું હતું.
ગવર્નમેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દાદરા આર્ટસમાં 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 18 વિદ્યાર્થી પાસ અને 30 વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું પરિણામ 37.50 ટકા, હાયર સેકન્‍ડરી રાન્‍ધા આર્ટ્‌સ ગુજરાતી માધ્‍યમમાં 108 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 73 વિદ્યાર્થી પાસ થયા હતા અને 35 વિદ્યાર્થી નાપાસ થતા શાળાનું કુલ પરિણામ 67.59 ટકા, હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ગલોન્‍ડા કોમર્સ ગુજરાતી માધ્‍યમમાં 66 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 45 વિદ્યાર્થી પાસ થયા જ્‍યારે 21 વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 68.18 ટકા આવ્‍યું છે.
હાયર સેકન્‍ડરી આર્ટસ ગુજરાતી માધ્‍યમ શાળા ગલોન્‍ડાના 256 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 99 વિદ્યાર્થી પાસ થયા હતા અને 157 વિદ્યાર્થીઓ નાપાસ થતા શાળાનું કુલ પરિણામ 38.67 ટકા, હાયર સેકન્‍ડરી સ્‍કૂલ નરોલી કોમર્સ ગુજરાતી માધ્‍યમમાંથી 61 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 35 વિદ્યાર્થી પાસ અને 26 વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું કુલ પરીણામ 57.38 ટકા આવ્‍યું હતું. હાયરસેકન્‍ડરી સ્‍કૂલ નરોલી આર્ટ્‍સ ગુજરાતી માધ્‍યમમાંથી 137 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 61 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 76 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 44.53 ટકા આવેલ છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ રખોલી અંગ્રેજી માધ્‍યમ કોમર્સમાંથી 112 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 79 વિદ્યાર્થી પાસ થયા હતા અને 33 વિદ્યાર્થી નાપાસ થયા હતા અને શાળાનું કુલ પરિણામ 70.54 ટકા રહ્યું હતું.
હાયર સેકન્‍ડરી સ્‍કૂલ રખોલી ગુજરાતી માધ્‍યમ કોમર્સમાંથી 108 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 78 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્‍યારે 30 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું કુલ પરીણામ 72.22 ટકા આવ્‍યું હતું. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ રખોલી ગુજરાતી માધ્‍યમ આર્ટ્‌સમાંથી 180 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 94 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 86 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 52.22 ટકા આવ્‍યું હતું. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દપાડા ગુજરાતી માધ્‍યમ આર્ટ્‌સમાંથી 279 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 133 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 146 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 47.67 ટકા આવ્‍યું હતું. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાનવેલ ગુજરાતી માધ્‍યમ આર્ટ્‌સમાં 145 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 74 વિદ્યાર્થીપાસ થયા હતા અને 71 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 51.03 ટકા, હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દૂધની ગુજરાતી માધ્‍યમ આર્ટ્‌સમાં 208 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 105 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 103 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 50.48 ટકા, હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા અંગ્રેજી માધ્‍યમ કોમર્સમાંથી 417 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 293 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 124 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 70.26 ટકા આવ્‍યું હતું. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા અંગ્રેજી માધ્‍યમ આર્ટ્‍સમાંથી 103 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 63 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 40 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 61.17 ટકા આવેલ છે.
હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા ગુજરાતી માધ્‍યમ કોમર્સમાંથી 80 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 53 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 27 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 66.25 ટકા આવ્‍યું હતું. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા ગુજરાતી માધ્‍યમ આર્ટ્‍સમાંથી 147 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 69 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 78 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 46.94 ટકા આવેલ છે. હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા હિન્‍દી માધ્‍યમકોમર્સમાંથી 156 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 92 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 64 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 58.97 ટકા આવ્‍યું હતું.
જ્‍યારે ખાનગી શાળાઓમાં ફાધર ઍગ્નેલો ઈંગ્‍લીશ સ્‍કૂલ સેલવાસથી કોમર્સમાં 46 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 38 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 08 વિદ્યાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 82.61 ટકા આવ્‍યું હતું. પ્રભાત સ્‍કોલર્સ એકેડેમી સેલવાસ કોમર્સમાંથી 62 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 57 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 05 વિદ્યાર્થી નાપાસ થતાં શાળાનું કુલ પરિણામ 91.94 ટકા આવ્‍યું હતું.
દાદરા નગર હવેલી જિલ્લાના ટોપર્સ વિદ્યાર્થીઓમાં હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા સેલવાસ હીન્‍દી માધ્‍યમ કોમર્સમાં દુબે શ્રેયા 87.71 ટકા પ્રથમ, હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ટોકરખાડા અંગ્રેજી માધ્‍યમ સેલવાસ વિદ્યાર્થી રાજ જનકકિશોર શ્રીવાસ્‍તવ 82.57 ટકા સાથે દ્વિતીય અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ અંગ્રેજી માધ્‍યમ કોમર્સ ટોકરખાડા સેલવાસના વિદ્યાર્થી વિશાલ વિજય યાદવ 81.86 ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.
અત્રે યાદ રહે કે, જિલ્લામાં ટોપ થ્રીમાં ત્રણેય એકજ સ્‍કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે.
જિલ્લામાં સૌથી વધુ પરિણામ પ્રભાત સ્‍કોલર એકેડેમી સ્‍કૂલ સેલવાસનું પરિણામ 91.94ટકા રહ્યું છે જ્‍યારે સૌથી ઓછું પરિણામ ગવર્નમેન્‍ટ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ દાદરા ગુજરાતી માધ્‍યમનું 37.50 ટકા આવ્‍યું છે.

Related posts

દીવ પ્રશાસન દ્વારા જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્‍યો

vartmanpravah

દાનહઃ ફલાંડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીના સાયલી અને મસાટમાં દીપડો દેખાતા લોકોમાં ગભરાટ

vartmanpravah

ભારે વરસાદની આગાહી વચ્‍ચે દાનહમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment