August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરાની માનસિક અસ્‍થિર મહિલા વલસાડ આવી પહોંચતા સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

અજાણી મહિલા કયારેક પોતાનું નામ કિયા તો કયારેક આરૂષી બતાવી રહી હોવાથી મૂંઝવણ વધી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: વલસાડ જિલ્લાની 181 અભયમ મહિલા હેલ્‍પલાઈન દ્વારા તા.13/10/2024ના રોજ સાંજે 4:50 કલાકેવલસાડ રેલવે સ્‍ટેશન પરથી એક અજાણી મહિલાને સખી વન સ્‍ટોપ સેન્‍ટર ખાતે આશ્રય માટે લાવવામાં આવી હતી. જેથી હંગામી ધોરણે આશ્રય આપી જીવન જરૂરીયાતની ચીજ-વસ્‍તુઓ આપવામાં આવી હતી. અજાણી મહિલાનું કાઉન્‍સેલીંગ કરતા ઘડીકમાં પોતાનું નામ કિયા તો ઘડીકમાં આરૂષી બતાવી રહી હતી. માનસિક સ્‍થિતી સારી ન હોવાથી કોઈ માહિતી ચોક્કસ રીતે આપી રહી ન હતી.
સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કાઉન્‍સેલર દ્વારા તા.14/10/2024ના રોજ આશ્રિત મહિલાનું ફરી કાઉન્‍સેલીંગ કરાતા તેણીએ બીલીમોરા સોમનાથ રેલ્‍વે કોલોનીના રહેવાસી હોવાનું જણાવ્‍યું હતું. જે ટ્રેનમાં બેસીને વલસાડ આવી પહોંચી હતી. માતા કૌશલ્‍યાબેન સોમનાથ મંદિરના બગીચામાં કામ કરે છે. મૂળ ઓરિસ્‍સાના વતની છે. જેથી વધુ તપાસ માટે સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કાઉન્‍સેલર દ્વારા બીલીમોરા રેલ્‍વે પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરી મહિલા વિશે જાણકારી આપી મહિલાનો ફોટો પણ મોકલ્‍યો હતો. રેલવે પોલીસે તપાસ કરી જણાવ્‍યું કે, આ મહિલા બીલીમોરાની રેલ્‍વે કોલોનીમાં રહેતી આવી છે. તેમના પિતાનો ટેલિફોનિક નંબર પણ આપતા સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કર્મચારી દ્વારા સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું કે, આશ્રિત મહિલા તેમની દીકરી ટીનુ (નામ બદલ્‍યુ છે) છે. દીકરીનીમાનસિક સ્‍થિતિ સારી નથી તેથી ઘરેથી નીકળી જાય છે. સેન્‍ટરના કર્મચારી દ્વારા તેમના પિતાને વલસાડ સેન્‍ટર ખાતે બોલાવવામાં આવ્‍યા હતા જેથી માતા પિતા વલસાડ આવી પહોંચતા સખી વન સ્‍ટોપ સેન્‍ટરે દીકરીનું માતા પિતા સાથે મિલન કરાવતા તેઓએ રાજ્‍ય સરકારની સખી વન સ્‍ટોપ સેન્‍ટરની સેવાનો આભાર માન્‍યો હતો.

Related posts

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ

vartmanpravah

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

ખાનવેલ પંચાયત વિસ્‍તારમાં 1000 ઝાડના રોપાઓનું વાવેતર કરાયું

vartmanpravah

દાનહમાં કામ કરતી આંગણવાડી કાર્યકર્તા બહેનોએ પગાર વધારવા જિલ્લા કલેક્‍ટર પાસે માંગેલી દાદઃ 10 દિવસની અંદર સમસ્‍યાના સમાધાનનું કલેક્‍ટરશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah

વાપી શામળાજી હાઈવે ઉપર નાનાપોંઢા નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા હાઈવે અવર જવર ત્રણ કલાક અટક્‍યો

vartmanpravah

Leave a Comment