January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભાના હસ્‍તે કચીગામ અને ભીમપોરમાં બાલવાડીના ઉદ્‌ઘાટન કરાયા

  • ‘માનવતાની સેવા એ જ ભગવાનની સેવા છે અને જો આ સેવા બાળકોની હોય તો આનાથી શ્રેષ્ઠ બીજું કશું હોઈ જ ન શકે’: દાનહ જિલ્લા કલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભા

  • બાલવાડીમાં બાળકોને સવારે 09.00 થી સાંજના 05.00 વાગ્‍યા સુધી રાખવામાં આવશે અને આ દરમિયાન બાળકોના ભોજન, રમવા સહિત તેમના અભ્‍યાસ અને આરોગ્‍યનું સંપૂર્ણ ધ્‍યાન રાખવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.30: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલીના જિલ્લાકલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભાના હસ્‍તે દમણના કચીગામ અને ભીમપોરમાં ક્રેચ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશનો સમાજ કલ્‍યાણ વિભાગ કામ કરતા શ્રમિકોના બાળકોની સંભાળ અને રક્ષણ માટે પૂરા ઉત્‍સાહ અને સમર્પણ સાથે કામ કરી રહ્યો છે જેમાં પ્રદેશના ઔદ્યોગિક એકમોમાં બાળકોની સ્‍વતંત્રતા, સમાનતા અને સલામતી સુનિヘતિ કરવા માટે અસરકારક પગલાં લેતા આજે દાનહના જિલ્લા કલેક્‍ટર અને સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભાના હસ્‍તે દમણ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતી મહિલાઓના બાળકોની સુરક્ષા, આશ્રય, આરોગ્‍ય અને પોષણ આહાર આપવાના ઉદ્દેશ્‍યથી નાની દમણના કચીગામ અને ભીમપોર ખાતે બે ક્રેચ સેન્‍ટર(બાલવાડી)નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભાએ પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, માનવતાની સેવા એ જ ભગવાનની સેવા છે અને જો આ સેવા બાળકોની હોય તો આનાથી શ્રેષ્ઠ બીજું કશું હોઈ જ ન શકે. આ બાલવાડી માટે ‘કોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સિબિલિટી'(સામાજિક દાયિત્‍વ) હેઠળ નાણાંકીય સહાય પૂરી પાડવા માટેસુપ્રીમ ટ્રેયોન, પી. છોટાલાલ મેન્‍યુફેક્‍ચર એન્‍ડ એક્‍સપોર્ટ, વિકાસ ઓર્ગેનિક પ્રાઈવેટ લિમિટેડ, જેબી કેમિકલ્‍સ, કોરોબ ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડ, મુલ્લાકલ પોલિમર પ્રાઈવેટ લિમિટેડ, પીએસએલ કોરોશન કંટ્રોલ સર્વિસિસ લિ., રમણ એન્‍ડ વેલ અને જોયો પ્‍લાસ્‍ટિકના પ્રતિનિધિઓને ધન્‍યવાદ આપતા પ્રદેશમાં વધુ બાલવાડી (ક્રેચ સેન્‍ટર) શરૂ કરવા જણાવ્‍યું હતું. આ સાથે શ્રીમતી ભાનુ પ્રભાએ જણાવ્‍યું કે વિભાગની બાળ સુરક્ષા સમિતિએ મિશન વાત્‍સલ્‍ય અંતર્ગત દમણમાં ક્રેચ સેન્‍ટર શરૂ કરીને ખરેખર પ્રશંસનીય કાર્ય કર્યું છે. વિભાગના આ પ્રયાસથી હવે બાળકોના વાલીઓ ચિંતા કર્યા વગર પોતાના કામ પર ધ્‍યાન આપી શકશે. આનાથી ઔદ્યોગિક જૂથોની ઉત્‍પાદકતામાં પણ વધારો થશે. આ સાથે તેમણે બાળ સુરક્ષા સમિતિના કર્મચારીઓની કામગીરીની પણ પ્રશંસા કરી હતી.
બાલવાડી(ક્રેચ સેન્‍ટરો)ના ઉદ્‌ઘાટન સમારોહમાં બાળ સુરક્ષા સમિતિના પ્રોગ્રામ ઓફિસર શ્રી સંજીવકુમાર પંડ્‍યાએ ક્રેચ વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી અને જણાવ્‍યું હતું કે આ સુવિધા સંપૂર્ણપણે મફત છે. જેમાં બાળકોને સવારે 09.00 થી સાંજના 05.00 વાગ્‍યા સુધી રાખવામાં આવશે. આ દરમિયાન બાળકોના ભોજન, રમવા, તેમના અભ્‍યાસ અને આરોગ્‍ય વગેરેનું સંપૂર્ણ ધ્‍યાન રાખવામાં આવશે. બાલવાડી(ક્રેચ સેન્‍ટર)માંપ્રશિક્ષિત સ્‍ટાફની પણ ઉપસ્‍થિતિ સુનિヘતિ કરવામાં આવી છે. આ બાલવાડીમાં 01 વર્ષથી 06 વર્ષના બાળકોને રાખી શકાય છે. વધુ માહિતી આપતાં તેમણે જણાવ્‍યું કે આ બંને કેન્‍દ્રો શરૂ કરવામાં વિભાગના નાયબ સચિવ અને નિયામક શ્રી મનોજકુમાર પાંડેનું વિશેષ યોગદાન હતું.
આ પ્રસંગે બાલવાડી(ક્રેચ સેન્‍ટર)ના બાળકો અને બાળકોના વાલીઓ, ઔદ્યોગિક જૂથોના પ્રતિનિધિઓ અને બાળ સુરક્ષા સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

દમણવાડા ગ્રામપંચાયતમાં એનડીઆરએફની ટીમે આપત્તિના સમયે સલામતી માટે લેવાનારા પગલાની આપેલી જાણકારી

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

vartmanpravah

વલસાડમાં રેલવે વિભાગ દ્વારા ત્રણ વિવિધ રસ્‍તા બંધ કરાતા કોંગ્રેસ દ્વારા રસ્‍તા ચાલુ કરવા ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે ગેરેજમાં મધરાતે ભિષણ આગ લાગતા 8 વાહનો ખાખ

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

Leave a Comment