(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લાનાકપરાડા તાલુકાના કાકડકોપર ગામે વિહંગમયોગ સંત સમાજનો 101મો વાર્ષિક મહોત્સવનો આધ્યાત્મિક સંદેશ લઈને સદગુરુ ઉત્તરાધિકારી સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્પ યાત્રા કન્યાકુમારી થી કાશ્મીર સુધીની છે. જે યાત્રા અંતર્ગત 26મી ઓક્ટોબર 2024ના શનિવારે સાંજે 5.00 કલાકે આ સંકલ્પ યાત્રા સિલ્વર લીફ હોટલ કાકડકોપર દંડકારણ્યની પવિત્ર ભૂમિ પર આવશે.
દિપ પ્રાગટય સ્વામી વિજ્ઞાન વલ્લભદાસજી-ગાંધીઆશ્રમ મોંટાપોંઢા સ્વામી હરિ વલ્લભદાસજી – સ્વામી નારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ મોંટાપોંઢા અતિથિ વિશેષ જીતુભાઈ ચૌધરી MLA કપરાડા, કમલેશભાઈ પટેલ (મહામંત્રી વલસાડ), ગુલાબભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્ય, વિપુલભાઈ ભોયા પ્રમુખ યુવા મોરચા કપરાડા ઉપસ્થિત રહેશે. તો સદર આધ્યાત્મિક યાત્રાનો સંત પ્રવરના સાનિધ્યમાં સપરિવાર લાભ લેવા શૈલેષભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ છે.
