October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

સ્‍વપ્‍ને પણ ન વિચારેલા વિકાસના કામો આજે વડાપ્રધાનના નેતૃત્‍વમાં થઈ રહ્યા છે – મંત્રી કનુભાઈ દેસાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ તાલુકાના ડુંગરી ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. રેલવે ઓવરબ્રિજ બનવાથી ડુંગરી, ધરાસણા, કોસ્‍ટલ હાઈવે તેમજ પૂર્વ અને પヘમિ તરફ આવેલા ગામના લોકોને રેલવે સ્‍ટેશન તથા નેશનલ હાઈવે નં.48 ઉપર આવવા માટે આવન જાવનમાં સરળતા રહેશે તેમજ ટ્રાફિક સમસ્‍યાનું પણ નિરાકરણ થશે.
લોકાર્પણ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ ગ્રામજનોને નવા રેલવે ઓવરબ્રિજ માટે અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ 2014માં દેશનું નેતૃત્‍વ સંભાળ્‍યું છે ત્‍યારથી દેશમાં ગતિશક્‍તિ યોજના હેઠળ અનેકવિકાસના કામો ગતિથી થઈ રહ્યા છે અને અનેક ગામોમાં પણ ખૂબ જ ગતિથી વિકાસ થઈ રહ્યો છે. રેલવે ઓવરબ્રિજ અને બીજા વિકાસના કામો જે આપણે સ્‍વપ્‍નામાં પણ ન વિચાર્યા હતા તે દરેક કામો આજે થઈ રહ્યા છે. આ ડુંગરી રેલવે ઓવરબ્રિજ લોકોની સુવિધામાં વધારો કરશે. મંત્રીએ રેલવેના એરિયા મેનેજર અનુ ત્‍યાગીને અભિનંદન આપતા કહ્યું હતું કે, અહીથી લઈ ઉમરગામ સુધીના દરેક રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં માર્ગ મકાન વિભાગના ઈજનેરો ખૂબ જ સારો સહયોગ પુરો પાડી સરસ કામગીરી કરી છે.
વડાપ્રધાનના દેશના વિકાસમાં કરેલા કાર્યોને વધાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, તેમણે જ્‍યારે મુખ્‍યમંત્રી હતા ત્‍યારે દેશની પરિસ્‍થિતિને જોઈ વડાપ્રધાન બન્‍યા બાદ અનેક વિકાસની યોજનાઓ અમલમાં મુકી છે. સ્‍વચ્‍છ ભારત યોજના દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી છે. કોરોના કાળ દરમિયાન ભૂખમરા સામે લડવા વિનામુલ્‍યે અનાજ આપવાની શરૂઆત કરી હતી જે હજુ વર્ષ 2029 સુધી વિનામુલ્‍યે આપવાની જાહેરાત પણ કરી છે.
સાંસદ ડૉ.કે.સી.પટેલ અને ધારાસભ્‍ય ભરતભાઈ પટેલે નવા રેલવે ઓવરબ્રિજના અભિનંદન પાઠવતા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ, સંગઠન મંત્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને કમલેશભાઈ પટેલ,ડુંગરીના સરપંચ પ્રિતીબેન દેસાઈ, સબંધિત વિભાગ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત અનેક લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું

vartmanpravah

લોકસભા દંડક અને વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે વલસાડ-ડાંગના તીર્થધામોને પ્રવાસનમાં સમાવેશ કરવા સાંસદમાં કરેલી રજૂઆત

vartmanpravah

અથાલની સાલાસાર માર્બલ કંપનીમાં કામદારનું પડી જતા નિપજેલું મોત

vartmanpravah

કૌંચા ગ્રામ પંચાયતના તમામ ગામોમાં ‘‘સરકાર આપકે દ્વાર” શિબિર યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 9મી ઓગસ્‍ટે ‘આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ’ની થનારી ઉજવણી

vartmanpravah

દમણમાં બાબા રામદેવ પીરની જન્‍મજયંતિ નિમિત્તે પદયાત્રા નિકળી

vartmanpravah

Leave a Comment