October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લામાં પ્રથમ એવી વાપી નોટિફાઈડ ફાયર બ્રિગેડની 10 માળ સુધી પહોંચાય તેવી હાઈડ્રોલીક સીડી કાર્યરત

વલસાડ જિલ્લામાં ઊંચી ઈમારતમાં આગ બુઝાવામાં પડતી મુશ્‍કેલીનો અંત આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી સહિત વલસાડ જિલ્લામાં ઊંચી ઈમારતોમાં લાગતી આગની ઘટનામાં આગ બુઝાવાની મુશ્‍કેલી પડતી હતી પરંતુ હવે સરકાર તરફથી વાપી નોટિફાઈડ ફાયર બ્રિગેડને 10 માળ સુધી પહોંચી શકાય તેવી હાઈડ્રોલીક સીટી સાથે 32 મીટર ઊંચી હાઈડ્રોલીક પ્‍લેટ ફોર્મ વાળી સીડી વડે ઈમારતના 10 માળે પણ સરળતાથી આગ બુઝાવવાની કામગીરી થઈ શકશે. વલસાડ જિલ્લાની પ્રજાને દિવાળીમાં સરકાર તરફથી વધુ સુવિધા મળી છે.
વાપી નોટિફાઈડ ફાયર બ્રિગેડની અધ્‍યતન સુવિધા વાળી ઈમારત-ઓફીસ થોડા મહિના પહેલાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લોકાર્પણ કરાઈ હતી. અત્‍યારે આ ઈમારત રાજાશાહી લુકમાં જોવા મળી રહી છે. ફાયર બ્રિગેડને અને આધુનિક સાધન સામગ્રીથી સજ્જ કરાઈ છે. ઈમરજન્‍સી સમયે રાહત રૂપ પુરવાર થઈ શકશે. ફાયર ઓફીસર વી.જી. ચાવડાએ જણાવ્‍યું હતું કે, હાઈડ્રોલીક નવી સીડીથી 10 માળ સુધી પહોંચીશકાશે. અગાઉ ઊંચી ઈમારતોમાં તકલીફ પડતી હતી. પરંતુ નવી સીડી કાર્યરત થતા જિલ્લાભરમાં ઈમરજન્‍સી સમયે રાહત રહેશે. જિલ્લાના અન્‍ય ફાયર સ્‍ટેશન પણ આધુનિક બનાવવાની જરૂરીયાત છે.

Related posts

નામધા-ચંડોરમાં સંઘપ્રદેશ અને વાપીની ફાર્મા કંપનીઓની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

જેસીઆઈ નવસારીના 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીમાં નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

પ્રશાસનિક વિભાગના નિર્દેશની અવગણના કરનારી દાનહ-દમણની 102 દવાની દુકાનોના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ/રદ્‌ કરવા ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે જારી કરેલ કારણદર્શક નોટિસ

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 2019 અને 2024 વચ્‍ચે કેટલીક સમાનતા સાથે મોટો વિરોધાભાસ

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે ગેરેજમાં મધરાતે ભિષણ આગ લાગતા 8 વાહનો ખાખ

vartmanpravah

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

vartmanpravah

Leave a Comment