(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના વિદ્યાર્થીનીઓએ ઈન્ટર-ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ જીતી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી કરાટે ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ.
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપી ખાતે તારીખ 22/10/2024 બુધવારના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઇન્ટર ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંહતું. આ સ્પર્ધાનું સફળ આયોજન સંસ્થાના કેમ્પસ એકેડમીક ડિરેક્ટર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ ચેમ્પિયનશિપમાં રેફરી તરીકે તાપી જિલ્લાના પ્રેસિડેન્ટ અને રેફરી કમિશનના મેમ્બર કે.ડી.એફ.જી.ના શિહાન રાકેશ ટેલર, નવસારી જિલ્લાના પ્રેસિડેન્ટ અને સ્પોર્ટ્સ કમિશનના મેમ્બર શિહાન દીપક નામા, વલસાડ જિલ્લાના જનરલ સેક્રેટરી કે.ડી.એફ. શ્રી ચેતન સિરકે, સુરત જિલ્લાના એન.એસ.કે.એ. ના સેક્રેટરી શ્રી અક્લેશ બાવરીયા, વલસાડ જિલ્લાના પ્રેસિડેન્ટ કે.ડી.એફ. શ્રી દર્શન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ ચેમ્પિયનશિપમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની કોલેજઓમાંથી 20 ભાઈઓ અને 10 બહેનોએ વ્યક્તિગત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની પ્રથમ વર્ષ બી. ફાર્મની 2 વિદ્યાર્થીનીઓ, જેમાં ક્રિષા વી. પટેલ અને ધનશ્રી એસ. વાઘ એ ગોલ્ડ મેડલ જીતીને ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીમાં કરાટે ચેમ્પિયનશિપ માટે પસંદગી પામી હતી. હવે આ વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. આ વિજેતા વિદ્યાર્થીનીઓએ કોલેજ, સંસ્થા અને તેમના માતા-પિતા નામ રોશન કર્યું છે જે કોલેજ અને સંસ્થામાટે ગૌરવવંતી બાબત છે.
આ સ્પર્ધાનું સમગ્ર માર્ગદર્શન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉ.આકાશ ગોહિલ સર દ્વારા આપવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના ફીઝીકલ ઇન્સ્ટ્રકટર શ્રી પ્રિયંક પટેલ અને વિરાજ વિનોદ નિકમએ રમતને ખૂબ જ સારી રીતે પાર પાડી હતી.
આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.
