વલસાડ જિલ્લામાં ઊંચી ઈમારતમાં આગ બુઝાવામાં પડતી મુશ્કેલીનો અંત આવશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: વાપી સહિત વલસાડ જિલ્લામાં ઊંચી ઈમારતોમાં લાગતી આગની ઘટનામાં આગ બુઝાવાની મુશ્કેલી પડતી હતી પરંતુ હવે સરકાર તરફથી વાપી નોટિફાઈડ ફાયર બ્રિગેડને 10 માળ સુધી પહોંચી શકાય તેવી હાઈડ્રોલીક સીટી સાથે 32 મીટર ઊંચી હાઈડ્રોલીક પ્લેટ ફોર્મ વાળી સીડી વડે ઈમારતના 10 માળે પણ સરળતાથી આગ બુઝાવવાની કામગીરી થઈ શકશે. વલસાડ જિલ્લાની પ્રજાને દિવાળીમાં સરકાર તરફથી વધુ સુવિધા મળી છે.
વાપી નોટિફાઈડ ફાયર બ્રિગેડની અધ્યતન સુવિધા વાળી ઈમારત-ઓફીસ થોડા મહિના પહેલાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લોકાર્પણ કરાઈ હતી. અત્યારે આ ઈમારત રાજાશાહી લુકમાં જોવા મળી રહી છે. ફાયર બ્રિગેડને અને આધુનિક સાધન સામગ્રીથી સજ્જ કરાઈ છે. ઈમરજન્સી સમયે રાહત રૂપ પુરવાર થઈ શકશે. ફાયર ઓફીસર વી.જી. ચાવડાએ જણાવ્યું હતું કે, હાઈડ્રોલીક નવી સીડીથી 10 માળ સુધી પહોંચીશકાશે. અગાઉ ઊંચી ઈમારતોમાં તકલીફ પડતી હતી. પરંતુ નવી સીડી કાર્યરત થતા જિલ્લાભરમાં ઈમરજન્સી સમયે રાહત રહેશે. જિલ્લાના અન્ય ફાયર સ્ટેશન પણ આધુનિક બનાવવાની જરૂરીયાત છે.