October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: 176-ગણદેવી અનુસૂચિત જનજાતિની બેઠક ઉપર ભાજપમાંથી વર્તમાન કેબિનેટ મંત્રી નરેશભાઈ એમ. પટેલ કોંગ્રેસમાંથી બીલીમોરા અશોકભાઈ કરાટે ઉમેદવારી નોંધાવ્‍યા બાદ આજે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે બીટીપીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દેગામના પંકજભાઈ લલ્લુભાઈ પટેલે ચૂંટણી અધિકારી સમક્ષ તેમના ટેકેદારો સાથે ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું. આ પૂર્વે પંકજભાઈ પટેલતેમના ટેકેદારો સમર્થકો સાથે રેલી આકારે તાલુકા સેવા સદનમાં પહોંચ્‍યા હતા.
176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ અને આપ મળી ત્રણ જેટલા જ ઉમેદવારી પત્રકો ભરાયા છે. હાલે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા જિલ્લા પંચાયતની બેઠક મુજબ સભા યોજી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે, ત્‍યારે આ વખતે આ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્‍ચે ત્રિપાંખીઓ જંગ રહેશે કે પછી ભાજપનો એક તરફી રહેશે તે જોવું રહ્યું ત્રણેય પક્ષોમાંથી ડમી ઉમેદવારી પત્રકો પણ રજૂ થયા છે ત્‍યારે ચકાસણી અને બાદમાં ઉમેદવારી પત્રક ખેંચવાના દિવસે ચિત્ર સ્‍પષ્ટ થશે.

Related posts

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્‍થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ફાયર સેફટી અને મંજૂરી વિના જાહેર માર્ગો પર ઠેર-ઠેર ઉભા કરાયેલા ફટાકડાના સ્ટોલો

vartmanpravah

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે જમીનના અભાવે આંગણવાડીના ભૂલકાંઓ ઘરના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબૂર

vartmanpravah

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

vartmanpravah

Leave a Comment