July 25, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ પાસે હાઈવેની વચ્ચે બનેલ ગટરમાં ફસાયેલ ગાયનું રેસ્ક્યૂ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
પારડી, તા.24: સલવાવ પાસે હાઇવેની વચ્‍ચે બનેલ ગટર લાઇનમાં ગાય ફસાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્‍યાંથી રસ્‍તો ઓળંગતા એક ડ્રાઈવરને ગાયગટરમાં પડેલી હોય દેખાઈ આવી હતી અને તેણે તરત જ સ્‍થાનિક લોકોને આ વિશે માહિતી આપી હતી, સ્‍થાનિકો દ્વારા તરત જ ટિંકુ મેમોરિયલ ટ્રસ્‍ટના નિલેશભાઈ રાયચુરાને આ વિશે માહિતી આપી હતી. જાણકરી મળતાં તરત જ તેઓ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. જોકે હાઇવે લાઈન વ્‍યસ્‍ત હોવાથી ગાયને કાઢતી વખતે કોઈ અણબનાવ ના બને એ માટે હાઇવે ઓથોરિટી અને વાપી જીઆઇડીસી નોટીફાઇડ એરિયા ફાયર વિભાગને પણ આ વિશે જાણકરી આપી દેવામાં આવી હતી. ગણતરીના સમયમાં ફાયર વિભાગ, નિલેશ રાયચુરા અને વાપી એનિમલ રેસ્‍કયું ટીમ તથા સ્‍થાનિકો દ્વારા તરત જ ગાય ને દોરડા વડે બાંધી ગટરમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી હતી. ગાયને કાઢતી વખતે ટ્રાફિક કંટ્રોલ માટે મુંબઈ તરફ જતા હાઇવેને થોડા ક્ષણ માટે બંધ કરી દેવામાં આવ્‍યો હતો. જેથી કોઈ અકસ્‍માત થવાની સંભાવના ન રહે. જોકે છેલ્લા અઠવાડિયાથી રખડતા ઢોર અને અન્‍ય જીવો ગટર ચેમ્‍બરમાં પડી જવાની ઘટનાઓ વધી ગઈ છે. જેનું મુખ્‍ય કારણ ગટરની ઉપર લગાવેલ ઢાંકણાઓ ખુલ્લા નજરે ચડી રહ્યાં છે. રોસે ભરાયેલ લોકો દ્વારા પ્રશાસનને અનુરોધ છે કે જ્‍યાં પણ ખુલ્લા ગટરના ઢાંકણાઓ દેખાય એ ત્‍વરિતે બંધ કરી દેવા જોઈએ જેથી કોઈ પશુ કે મનુષ્‍યને જાનહાનિ નથાય.

Related posts

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

vartmanpravah

દાનહના ધાપસા ટર્નિંગ પર ટેન્‍કર પલ્‍ટી જતા ઓઇલ ઢોળાયું

vartmanpravah

અંબિકા અને કાવેરી નદીમાં પુરના કારણે ગણદેવી તાલુકાના 966 નાગરિકોને સ્‍થળાંતરિત કરાયા

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ ખાતે ‘વર્લ્‍ડ બ્રેસ્‍ટ વીક’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના ઊંડાણના આદિવાસી વિસ્‍તાર દૂધની-સિંદોનીમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાનો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment