July 17, 2026
Vartman Pravah
ગુજરાતનવસારી

ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો

ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભરચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.૧૪
ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ચીખલી સહિત ઉપરવાસમાં સતત વરસાદને પગલે લોકમાતાઓમાં પુરની સ્થિતિ યથાવત રહેવા પામી હતી. ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભરચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
ચીખલી તાલુકામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘ સવારી યથાવત રહેવા પામી છે. ધીમીધારે નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. રાત્રિ દરમ્યાન પણ ચીખલી તથા ઉપરવાસમાં સતત વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી અને ખરેરા સહિતની લોકમાતાઓ બે કાંઠે વહી રહી છે. કાવેરી નદીમાં ચીખલીમાં ૧૪-ફૂટ જેટલી સપાટી ઍ પાણી વહી રહ્ના હતા.છેલ્લા તબક્કામાં ચોમાસુ જામવા પામ્યું છે.તાલુકામાં વધુ ૨.૫૨ ઇંચ વરસાદ સાથે સિઝનનો કુલ ૫૩.૮૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ફડવેલ ગામના ખોલી ફળીયામાં વહેલી સવારે છ ઍક વાગ્યાના અરસામાં મનુભાઈ નિશાભાઈ પટેલનું મકાન અચાનક જમીનદોસ્ત થતા ભરચોમાસે આ શ્રમજીવી પરિવારે છત ગુમાવતા મુશ્કેલીમાં મુકાયો હતો. શ્રમજીવી પરિવારનું આ કાચું મકાન તૂટવાનો અણસાર આવી જતા પરિવારના સભ્યો સમય સૂચકતા વાપરી ઘરની બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ અનાજ સહિત ઘરમાંની તમામ ચીજવસ્તુ પલળી જવા પામી હતી. સાથે છતના નળીયા પણ ભુક્કો થઈ જતા આ શ્રમજીવી પરિવારને મોટું આર્થિક નુકશાન થયું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈ પટેલ, નાયબ ટીડીઓ શ્રી બી.જી.સોલંકી, ઍપીઍમસીના ડિરેકટર શ્રી ચીમનભાઈ સહિતના ધસી જઈ નુકશાની અંગેનો સર્વે કરાવી પંચકયાસ સહિતની તજવીજ હાથ ધરી હતી.

Related posts

સૈલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રવાદી સંગઠન દ્વારા 16 અને 17 સપ્‍ટેમ્‍બરે ગંગા આરતી કાર્યક્રમ યોજાશે

vartmanpravah

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

દાનહના મોરખલ ગામ ખાતેનો ઇન્‍ડિયન ઓઈલ પેટ્રોલ પમ્‍પ પ્રશાસને સીલ કર્યો

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના 2506 પ્રિસાઈડિંગ ઓફિસર અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડિંગ ઓફિસરોની તાલીમ યોજાઈ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ના અભિયાન અંતર્ગત વાપી રેલવે સ્‍ટેશને ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment