(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,તા.૧૪
વાંસદા તાલુકામાં આવેલ જૂજડેમ જે વાîસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ત્યારે આ જૂજડેમ સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે સોમવારે રાત્રે ઓવરફલો થતા વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી.
વાîસદા તાલુકામાં કેલીયા અને જૂજ બે ડેમો આવેલા છે. દર વર્ષે આ બન્ને ડેમો ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદથી ઓવરફલો થઈ જતા હોય છે પરîતુ આ વર્ષે જુલાઈ, ઓગસ્ટમાં વરસાદ ઓછો પડવાના કારણે જૂજડેમ તેની મીનીમમ સપાટી પણ વટાવી નહીં હતી. પરંતુ છેલ્લા ઍક અઠવાડિયાથી પડી રહેલા ધોધમાર વરસાદથી ડેમ ૧૬૭.૫૦ મીટર સપાટી વટાવીને ઓવરલો થયો હતો. આ ડેમના નીર વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ૨૫ જેટલા ગામોના ખેડૂતોને પહોંચે છે જૂજ ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા ગામોને તેમજ નદીના કાંઠે આવેલા ૨૫ જેટલા ગામોને તંત્ર દ્વારા ઍલર્ટ કરવામાં આવ્યા હતા.
Next Post