Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોના જીવન-ધોરણને સુધારવાનો પ્રશાસનિક પ્રયાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નવનિર્મિત રાજ નિવાસ પેરેડાઈઝ હટ તથા સીવીડ કલ્‍ટીવેટ સાઈટની મુલાકાત લઈ અધિકારીઓને ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા કરેલી તાકિદ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 15
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન નવનિર્મિત રાજ નિવાસ, પેરેડાઈઝ હટ તથા સીવીડ કલ્‍ટીવેટ સાઈટની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્‍યા હતા.
આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોનું જીવન-ધોરણ સુધારી તેમને ધંધા-રોજગારની વિપુલ તક મળે એ માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અંગત રસ લઈ વિવિધ પ્રવાસન પ્રકલ્‍પોના વિકાસનું આયોજન હાથ ધર્યું છે. જેની કડીમાં તેમણે આજે પેરેડાઈઝ હટ સીવીડ કલ્‍ટીવેટ સાઈટ તથા નવનિર્મિત રાજ નિવાસની મુલાકાત લઈ અધિકારીઓને ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમાં પ્રોજેક્‍ટને પૂર્ણ કરવા તાકિદ કરી હતી.

Related posts

છીરી ખાતે જાળમાં ફસાયેલ અત્‍યંત ઝેરી રસેલ વાઈપર સાપનુ રેસ્‍કયું

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં વસંત પંચમી અને ‘માતૃ-પિતૃ પૂજન’ દિનની ભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

vartmanpravah

ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલાને વળ્‍યો પરસેવો: પારડી તાલુકા તથા શહેરી વિસ્‍તારમાં વિજીલન્‍સના દરોડા

vartmanpravah

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

Leave a Comment