October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજના ત્રણવિદ્યાર્થીએ આંતર કોલેજ કરાટે સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ચણોદ સ્‍થિત કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિવિધ રમતમાં પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત આંતર કોલેજ કરાટે (બોયઝ) સ્‍પર્ધા પી.એચ. આર્ટસ એન્‍ડ ઉમરાવ કોલેજ, કીમ દ્વારા આયોજિત વી.એન.એશ.જી.યુ. સુરતના કેમ્‍પસમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજમાંથી મોટી સંખ્‍યામાં કરાટેબાજોએ ભાગ લઈને સ્‍પર્ધાને સફળ બનાવી હતી. સદર કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિવિધ કેટેગરીમાં ભાગ લઈ ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરતા કરાટે સ્‍પર્ધામાં 3 બ્રોન્‍ઝ મેડલ મેળવી ચેમ્‍પિયન થયા હતા. જેમાં વિદ્યાર્થીઓણાં 1.ઓમ યાદવ (બ્રોન્‍ઝ મેડલ), ટી.વાય.બી.કોમ., 2.સમીર ખાન (બ્રોન્‍ઝ મેડલ) એસ.વાય.બી.કોમ., 3.રાજન મિશ્રા (બ્રોન્‍ઝ મેડલ) એફ.વાય.બી.એસસી પ્રોપ્ત કરતા સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કર્યું છે. આ દરેક કરાટેબાજોને તાલીમ તથા માર્ગદર્શન કોલેજના શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્‍યાપક ડો.મયુર પટેલે તેમજ મદદનીશ શ્રી રોહિત સિંગ દ્વારા પુરુ પાડયું હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવાબદલ કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે તથા ટ્રસ્‍ટીગણે દરેક વિજેતાઓનો તેમજ પ્રાધ્‍યાપકનો આભાર વ્‍યક્‍ત કરી ભવિષ્‍યમાં પણ વિજેતા થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

ચીખલીના દેગામથી 397 બકરા ભરેલી ત્રણ ટ્રકો ઝડપાઈ : પ ઈસમોની ધરપકડઃ રૂા. 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત

vartmanpravah

દાનહના ચકચારી રૂા.30 લાખના નકલી ક્રિપ્‍ટો કરન્‍સી પ્રકરણમાં કેરળથી ત્રીજા આરોપીની ધરપકડ

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા વલસાડ અને કચ્‍છ જિલ્લામાં લોકો સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment