(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: ટાટા પરિવારના સર્વોચ્ચમ વડા અને મહાન દેશભક્ત, આંતરરાષ્ટ્રીય સખાવતી, સ્વ.રતન ટાટાનું ગત તા.09-10-2024ના રોજ અવસાન થતાં વલસાડ પારસી અંજુમન ટ્રસ્ટ દ્વારા તા.24-10-2024 ગુરૂવાર સાંજે 6:30 થી 7:30 કલાક દરમિયાન વલસાડના મોટા પારસીવાડમાં આવેલ બેજન બાગમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પારસી સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
