(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી તાલુકાના ખુડવેલ ગામના કેસૂર ફળીયા ખાતે રહેતા નરોત્તમ દુર્લભભાઈ પટેલ (ઉ.વ-44) (રહે.ખુડવેલ કેસૂર ફળીયા તા.ચીખલી) મંગળવારની સાંજના સમયે ફળીયાના એક શખ્સના અગ્નિસંસ્કાર કરવા માટે કલીયારી ગામે ખરેરા નદી કિનારે સ્મશાનભૂમિ ખાતે ગયા હતા. આ દરમ્યાન અગ્નિસંસ્કાર થયા બાદ નરોત્તમભાઈ ખરેરા નદીના ચેકડેમમાં નાહવા જતા ઊંડા પાણીમાં ડૂબી જતા ફળીયાના માણસોએ બહાર કાઢી રૂમલા સરકારી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની ફરિયાદ ચીમનભાઇ ઝીણાભાઈ પટેલ (ઉ.વ-59)(રહે.ખુડવેલ કેસૂર ફળીયા તા ચીખલી) એ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-એસ.વી.પટેલ કરી રહ્યા છે.