October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ

ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કલેક્ટર નૈમેષ દવે અને પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતી ‘‘રાષ્‍ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દોડને વલસાડ ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલ, કલેક્‍ટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલાએ લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.
આ દોડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીથી કલેકટર કચેરી – સર્કિટ હાઉસ – સરકારી વસાહત વર્ગ-3 – તીથલ રોડથી ફરી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સુધી પહોંચી હતી. સરકારી અધિકારી/કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લાવાસીઓએ “RUN FOR UNITY” દોડમાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. વલસાડ પ્રાંત અધિકારી આસ્‍થા ગોહિલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એન. એનદવે, વલસાડ મામલતદાર, પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનોએ દોડમાં ભાગ લીધો હતો અને ઉપસ્‍થિત તમામે એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ લીધા હતા.

Related posts

દાનહ એનએસએસના વોલ્‍યુન્‍ટરો રાજપુરા પંજાબ ખાતે રાષ્‍ટ્રીય એક્‍તા શિબિરમાં ભાગ લેશે

vartmanpravah

સોળસુંબા પંચાયતમાં ફરી સરપંચ બલદેવ સુરતી અને સભ્‍ય અમિત પટેલે સંભાળેલી શાસનની ધુરા

vartmanpravah

સેલવાસ-દમણની નર્સિંગ કોલેજની પાસ થયેલી તમામ 108 વિદ્યાર્થીનીઓનું પ્‍લેસમેન્‍ટ થતાં ઝળકેલી ખુશી

vartmanpravah

સેલવાસ પ્રશાસન દ્વારા ટ્રાન્‍સપોર્ટનગરના નિર્માણ માટે બાધારૂપ 3 ઝૂંપડાઓનું કરાયું ડિમોલીશન: ત્રણ પરિવારો ઘરવિહોણાં બન્‍યા

vartmanpravah

દમણ જિલ્લા આંતરશાળા ખો-ખો સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ શાળા વિજેતા બની

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

Leave a Comment