October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલના કર્મચારીઓના બાકી પગાર માટે ધારાસભ્‍ય અનંત પટેલના પ્રયત્‍નથી સુખદ ઉકેલ આવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.29: અગાઉ તા.26/10/2024 ના દિને ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલ ખાતે ફરજ બજાવતા પટાવાળા, ડ્રાઇવર, એક્‍સરે ટેકનિશીયન અને ફાર્માસિસ્‍ટનો બે મહિનાથી બાકી પગાર તાત્‍કાલિક ચુકવવા બાબતે ધરમપુર તાલુકા આ.એ. પ્રમુખશ્રી યોગેશ ગરાસીયા અને સામાજિક આગેવાન વિજયભાઇ અટારા સાથે રજૂઆત કરી હતી. પરંતુ દિવાળીના સમયમાં પગાર ન થતા જે બાબતની જાણ વાંસદા ચીખલીના ધારાસભ્‍યશ્રી અનંત પટેલને થતા ધારાસભ્‍યશ્રી દ્વારા કર્મચારીઓના પગાર બાબતે જેતે વિભાગમાં સંકલન કરી તા.28/10/2024 ની સાંજે કર્મચારીઓનો પગારની તાત્‍કાલિક કરી દેવામાં આવ્‍યો હતો. જે બદલ તમામ કર્મચારીઓ વતી વાંસદા ચીખલીના ધારાસભ્‍યશ્રી અનંત પટેલ, ધરમપુર તાલુકા આ.એ. પ્રમુખશ્રી યોગેશ ગરાસીયા અને સામાજિક આગેવાન વિજયભાઈ અટારા અને સહકાર આપનાર તમામ મીડિયાના મિત્રોનો આભાર માનીએ છીએ.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં મટકી ફોડી, રાસ રમી જન્‍માષ્ટમીની ઉજવણી : 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા

vartmanpravah

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

vartmanpravah

ઉમરગામની વાડીયા હાઈસ્‍કૂલની ધો.10ની બે વિદ્યાર્થિની અકસ્‍માતનો ભોગ બની, પરીક્ષા સ્‍ટાફ ખડેપગે સેવામાં રહી બંનેને હિંમતભેર પરીક્ષા અપાવી

vartmanpravah

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

વાપી સેલવાસ માર્ગ ઉપર નિર્માણાધિન ડ્રેનેજ કામગીરીમાં નરી આંખે વેઠ ઉતારાઈ રહ્યાની બુમરાણ

vartmanpravah

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment