October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી થેમીસ મેડીકેર લિ. કંપનીમાં ભીષણ આગ લાગીઃ ૮થી વધુ ફાયર ફાઈટરોની ટીમે પાણીનો મારો ચલાવી આગને બુઝાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વાપી જીઆઈડીસી જે ટાઈપ વિસ્‍તારમાં આવેલ નેશનલ હાઈવે સ્‍થિત જાણીતી કંપની થેમીસ મેડીકેર લીમીટેડમાં આજે ગુરૂવારે સવારના દશ વાગ્‍યાના સુમારે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો.
જીઆઈડીસી જે-ટાઈપ વિસ્‍તારમાં આવેલ થેમીસ મેડીકેર લી. કંપનીમાં ભિષણ આગ લાગતા ફાયરબ્રિગેડને તાત્‍કાલિક કોલ કરવામાં આવ્‍યો હતો. આગ મોટી અને ભિષણ માત્રામાં હોવાથી નોટીફાઈડ, પાલિકા, સરીગામ, વલસાડ સહિત 8 ફાયર ગાડીઓ ઘટના સ્‍થળે ધસી ગઈ આગ બુઝાવાની તડામાર જહેમત શરૂ કરી દીધી હતી. પાણી સાથે ફોર્મનો પણ અવિરત મારો આગને કાબુ કરવા માટે ચલાવાયો હતો. જાણવા મળ્‍યા મુજબ આગમાં ત્રણ જેટલા કર્મચારી ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્‍કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. આગમાં અન્‍ય કોઈ જાનહાનીની ઘટના ઘટવા પામેલ નથી. અલબત્ત આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે. જીઆઈડીસીમાં અવાર નવાર કંપનીઓમાં આગ લાગવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.

Related posts

અતિવૃષ્‍ટિને લઈ વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકાની સ્‍કૂલ-કોલેજ સોમવારે બંધ રહી

vartmanpravah

વાપી પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ સાગર ડોડીયા અને હોમગાર્ડ આશિષ પાલ 2 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

તામિલનાડુ ખાતે ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં દીવ ખાતે યોજાયેલ મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સની કરેલી સરાહના

vartmanpravah

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

નવસારી જિલ્લા પંચાયતના બાંધકામ અધ્‍યક્ષે ઘેજ-બીડમાં વાડખાડી સ્‍થિત ડૂબાઉ પુલ અને નવીનીકરણ થઈ રહેલા મોટા ડુંભરીયાના મુખ્‍યમાર્ગનું નિરીક્ષણ કરી જન માહિતી મેળવી ગુણવત્તા જાળવવા સાથે સમયસર કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી

vartmanpravah

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

vartmanpravah

Leave a Comment