December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

પારડી નિમખલ ગામનો કૃપેશ પટેલ યુવતી સાથે પ્રેમ સબંધ રાખી તરછોડી દીધી : યુવતીને માર મારી બ્‍લેકમેલ કરી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ પોલીસ સ્‍ટેશનમાં એક યુવક દ્વારા શારિરીક-માનસિક ત્રાસ અંગેની એક યુવતિની ફરિયાદ સામે પોલીસે આંખ આડા કાન કરતા અંતે આજે યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં જ આત્‍મહત્‍યા કરી દેવાની ચિમકી આપી દેતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડ તાલુકાની એક યુવતિ સાથે પારડી તાલુકાના નિમખલ ગામના કૃપેશ પટેલ નામના યુવક સાથે પ્રેમ સબંધ હતો તેથી યુવક યુવતિના ઘરે જતો આવતો રહેલો. યુવતિએ લગ્ન કરવાની જીદ પકડી હતી પણ યુવક લગ્ન કરવાની ના પાડતો રહેલો. યુવતિએ તપાસ કરી તો કૃપેશ ના અન્‍ય યુવતિઓ સાથે લફરા હતા. યુવતિએ ખુદએ પકડી પાડેલ છે તેવુ યુવતિ જણાવી રહી છે તેથી યુવતિએ સબંધ કાપી નાખ્‍યો. છતાં કૃપેશ યુવતિને બ્‍લેક મેલ કરી મારઝૂડ કરતો રહેલો. વાપી સુધી યુવતિ પાછળ કૃપેશ આવતો રહેલો અને હેરાન કરતો રહેલો. અંતે કંટાળીને યુવતિએવલસાડ પોલીસમાં 27મી જુલાઈએ પોલીસ સ્‍ટેશનમાં પહોંચી ફરિયાદ કરી પરંતુ પોલીસે ગુનાની ગંભિરતાના લીધો કોઈ જ કાર્યવાહી ના કરતા અંતે આજે ભોગ બનનાર યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં જ ચીમકી ઉચ્‍ચારી હતી કે જો પોલીસ યુવકની સામે કાર્યવાહી નહી કરે તો હું પોલીસ સ્‍ટેશનમાં જ આત્‍મહત્‍યા કરી નાખીશ. ઘટના બાદ ખળભળાટ મચી જવા પામ્‍યો હતો.

Related posts

ખાનવેલ પોલીસે ઉદ્યોગપતિઓ સાથે વિવિધ મુદ્દાઓના સંદર્ભમાં કરેલી મુલાકાત

vartmanpravah

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

vartmanpravah

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

દમણમાં ‘પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના’ની નોંધણી શરૂઃ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયાએ પરંપરાગત કારીગરોને લાભ લેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah

Leave a Comment