September 14, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને ડીડીની એન.એસ.એસ. સ્‍વયંસેવકોની ટીમ પાટણ ખાતે રાષ્‍ટ્રીય એકતા શિબિરમાં ભાગ લેવા રવાના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની નેશનલ સર્વિસ સ્‍કીમ (એન.એસ.એસ.)ના સ્‍વયંસેવકોની ટીમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે આવતી કાલ તા.08મી નવેમ્‍બરથી તા.14મી નવેમ્‍બર, 2024 દરમિયાન યોજાનારી ‘રાષ્‍ટ્રીય એકતા શિબિર-2024’માં ભાગ લેવા માટે આજે રવાના થઈ હતી. આ પ્રસંગે એન.એસ.એસ. સ્‍ટેટ ઓફિસર શ્રી ગૌરાંગ વ્‍હોરાએ શિબિરમાં ભાગ લેનાર સ્‍વયંસેવકોને શુભેચ્‍છાપાઠવી હતી.
આ શિબિરમાં એન.એસ.એસ. ટીમ દાનહ અને ડીડીનું પ્રતિનિધિત્‍વ કરશે. આ માટે પાંચ છોકરી અને પાંચ છોકરા સ્‍વયંસેવકો સાથે એક પ્રોગ્રામ ઓફિસરની પસંદગી કરવામાં આવી છે.
પસંદ કરાયેલા સ્‍વયંસેવકોમાં ડીએનએચમાંથી શ્રી યસકુમાર, શ્રી ભાવેશ, શ્રી ક્રિશ, કુ. વનિતા, કુ. અંતીમા અને કુ. તન્‍વી જ્‍યારે દમણ અને દીવમાંથી શ્રી આર્યન, કુ. સ્‍વાતિ, કુ. મોનિકા અને કુ. નીલકનની પસંદગી કરવામાં આવી છે. સાથે રખોલી શાળાના શિક્ષક અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી જયેન્‍દ્રસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. સ્‍વયંસેવકોના પ્રસ્‍થાન સમયે એન.એસ.એસ. એકમોના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

ઉમરગામ તાલુકાની વિધાનસભા બેઠક ભાજપા માટે સુરક્ષિત: વયમર્યાદાએ પહોંચેલા રમણભાઈ સહિત ઘણા ઉમેદવારો ચૂંટણી લડવા બનાવી રહેલા મન

vartmanpravah

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment