January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ પદનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ દીપેશભાઈ ટંડેલનું પુનરાવર્તન કે પછી પરિવર્તન?

દમણથી જીજ્ઞેશભાઈ પટેલ, નવિનભાઈ પટેલ, મહેશભાઈ આગરિયા, અસ્‍પી દમણિયા, વિશાલભાઈ ટંડેલ, સિમ્‍પલબેન કાટેલા, તરૂણાબેન પટેલના વહેતા થઈ રહેલા નામોઃ દાનહથી મનિષભાઈ દેસાઈ, રાકેશસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ તથા દિગ્‍વિજયસિંહ પરમાર તથા દીવથી કિરીટભાઈ વાજા અને મોહનભાઈ લકમણના નામોની થઈ રહેલી ચર્ચા

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કેન્‍દ્રમાં સત્તાધારી ભાજપના પ્રદેશ અધ્‍યક્ષનો મોભો અને દમ સાંસદ કરતા ઓછો નહીં હોવાથી પ્રદેશમાં મહત્ત્વાકાંક્ષીઓની લાંબી કતાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સંગઠનની ચૂંટણીઓ હવે નિર્ધારિત થઈ ચુકી છે ત્‍યારે પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ પદ માટે પણ કાઉન્‍ટ ડાઉન શરૂ થયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપે પોતાના લક્ષ્યાંક પ્રમાણેના સભ્‍યોની નોંધણી કરી દીધી છે અને સક્રિય સભ્‍યો નોંધવાનું કામ પણ પૂર્ણતા તરફ જઈ રહ્યું છે. કેન્‍દ્રમાં ભાજપ સરકાર હોવાથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભાજપના પ્રદેશ અધ્‍યક્ષનો મોભો અને દમ જિલ્લાના સાંસદ કરતાઓછો નથી રહેતો. તેથી પ્રદેશ ભાજપના દમદાર પદ માટે લગભગ મોટાભાગના કાર્યકર્તાઓ મહત્ત્વાકાંક્ષી રહે એ સ્‍વાભાવિક છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ તરીકે શ્રી દીપેશભાઈ ટંડેલ પોતાનું પદ જાળવી શકે એવી ચર્ચાએ પણ જોર પકડેલું છે. શ્રી દીપેશભાઈ ટંડેલની દાવેદારીને ધ્‍યાનમાં નહીં લેવાય તો પ્રદેશ ભાજપના સચિવ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, ઓબીસી મોરચાની રાષ્‍ટ્રીય કાર્યકારિણીના સભ્‍ય શ્રી વિશાલભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, તેજતર્રાર મહિલા નેતા શ્રીમતી તરૂણાબેન પટેલ, દાદરા નગર હવેલીના શ્રી રાકેશસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર તથા દીવના શ્રી કિરીટભાઈ વાજાના નામો મોખરે ગણવામાં આવે છે.
રાજકીય નિરીક્ષકોના જણાવ્‍યા પ્રમાણે દાદરા નગર હવેલી ખાતે ભાજપના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર વિજેતા બન્‍યા હોવાથી સંગઠનની દૃષ્‍ટિએ મજબૂત પ્રભાવ પાડવા માટે દમણ અને દીવ જિલ્લામાંથી પ્રદેશ અધ્‍યક્ષની પસંદગી ઈચ્‍છનીય હોવાનું માનવામાં આવે છે. દીવ ખાતેમતોનું ખુબ મોટા પ્રમાણમાં ધોવાણ થવાથી દીવ જિલ્લાને પણ પ્રદેશ અધ્‍યક્ષ માટે તક મળવાની સંભાવના નકારાતી નથી. જેમાં હાલના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા અને દીવ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મોહનભાઈ લકમણને મુખ્‍ય દાવેદાર ગણવામાં આવી રહ્યા છે.
ભાજપ હાઈકમાન્‍ડ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું સુકાન કોને સોંપે એ હજુ સુધી અકળ છે. કારણ કે, ભાજપ હંમેશા નવા પ્રયોગો કરી નવા નેતૃત્‍વને આગળ લાવવા પ્રયાસરત રહે છે. તેથી આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ ભાજપના પ્રમુખ કોણ બનશે તે અત્‍યારથી કહેવું કસમયનું છે.

Related posts

નીતિ આયોગના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિલ્લા પ્રશાસન આરોગ્‍ય, પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસના કી પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટર ઉપર નજર રાખશે

vartmanpravah

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

દમણના કચીગામ ખાતેથી 740 બોટલ ગેરકાયદે દારૂ ઝડપતું એક્‍સાઈઝ વિભાગ

vartmanpravah

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 12010 કેસોમાંરૂ.29,66,41,465 નું સમાધાન કરાયું

vartmanpravah

વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્‍સાખેંચ રમતમાં દબદબો, 8 વિદ્યાર્થીઓ રાષ્‍ટ્રીય કક્ષાએ રમવા જશે

vartmanpravah

ખાતાકીય તપાસમાં કેસ પતાવટ માટે રૂા.10 હજારની લાંચ લેતા વલસાડ એસ.ટી.નિયામક એસીબીના છટકામાં ઝડપાયો

vartmanpravah

Leave a Comment