(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની નેશનલ સર્વિસ સ્કીમ (એન.એસ.એસ.)ના સ્વયંસેવકોની ટીમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે આવતી કાલ તા.08મી નવેમ્બરથી તા.14મી નવેમ્બર, 2024 દરમિયાન યોજાનારી ‘રાષ્ટ્રીય એકતા શિબિર-2024’માં ભાગ લેવા માટે આજે રવાના થઈ હતી. આ પ્રસંગે એન.એસ.એસ. સ્ટેટ ઓફિસર શ્રી ગૌરાંગ વ્હોરાએ શિબિરમાં ભાગ લેનાર સ્વયંસેવકોને શુભેચ્છાપાઠવી હતી.
આ શિબિરમાં એન.એસ.એસ. ટીમ દાનહ અને ડીડીનું પ્રતિનિધિત્વ કરશે. આ માટે પાંચ છોકરી અને પાંચ છોકરા સ્વયંસેવકો સાથે એક પ્રોગ્રામ ઓફિસરની પસંદગી કરવામાં આવી છે.
પસંદ કરાયેલા સ્વયંસેવકોમાં ડીએનએચમાંથી શ્રી યસકુમાર, શ્રી ભાવેશ, શ્રી ક્રિશ, કુ. વનિતા, કુ. અંતીમા અને કુ. તન્વી જ્યારે દમણ અને દીવમાંથી શ્રી આર્યન, કુ. સ્વાતિ, કુ. મોનિકા અને કુ. નીલકનની પસંદગી કરવામાં આવી છે. સાથે રખોલી શાળાના શિક્ષક અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રી જયેન્દ્રસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. સ્વયંસેવકોના પ્રસ્થાન સમયે એન.એસ.એસ. એકમોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
