તા.18મી નવેમ્બરના સાંજે 6:00 વાગ્યાથી મતદાન તા.20મી નવેમ્બરની સાંજે 6:00 વાગ્યા સુધી દાદરા નગર હવેલી જિલ્લામાં તમામ દારૂ ઉત્પાદક સંસ્થાઓ અને દારૂની ભઠ્ઠીઓ/બ્રૂઅરીઝ, તમામ દારૂની દુકાનો, બાર અને રેસ્ટોરાં, દારૂવેચતી/પીરસતી હોટેલો વગેરે બંધ રાખવા એક્સાઈઝ વિભાગનો આદેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આગામી 20મી નવેમ્બર, 2024ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના કારણે પડોશના કેન્દ્ર શાસિત પ્રદેશના દાદરા નગર હવેલી જિલ્લામાં બે દિવસ માટે દારૂબંધી ફરમાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 20 નવેમ્બર, 2024ના બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને નજર સમક્ષ રાખી શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આગામી તા.18મી નવેમ્બરના સોમવારની સાંજે 6:00 વાગ્યાથી ચૂંટણી તા.20મી નવેમ્બરના બુધવારે સાંજે 6:00 વાગ્યા સુધી સંપૂર્ણ દારૂબંધીનો અમલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક્સાઈઝ વિભાગ દ્વારા ફરમાવવામાં આવ્યો છે. દાદરા નગર હવેલી અને દમણ અને દીવ આબકારી જકાત નિયમો, 2020ના નિયમ 111ના પેટા-નિયમ (4) હેઠળ તેમની પાસે આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને દાદરા નગર હવેલી અને દમણ-દીવ આથી નિર્દેશ કરે છે કે દાદરા નગર હવેલી જિલ્લામાં તમામ દારૂ ઉત્પાદક સંસ્થાઓ અને નગર હવેલી/દારૂની ભઠ્ઠીઓ/બ્રૂઅરીઝ અને તમામ દારૂની દુકાનો, બાર અને રેસ્ટોરાં, દારૂ વેચતી/પીરસતી હોટેલો વગેરે નિર્ધારિત તારીખના દિવસોમાં બંધ રહેશે એમસંઘપ્રદેશના એક્સાઈઝ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર શ્રી અમિત કુમારની એક અખબારી યાદીમાં જણાવાયું છે.