September 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ સામરવરણી રીંગરોડ ઓવરબ્રિજ નજીક સામેથી આવતા ટેન્‍કરે ટ્રકને ટક્કર મારતાં ટ્રક પલ્‍ટી જતાં ચાલકનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીના સેલવાસ નજીકના પીપરીયા વિસ્‍તારમાં આવેલ સ્‍ટરલાઈટ કંપનીમાંથી મળસ્‍કે ચાર વાગ્‍યાના સુમારે કોપર ભરી વેલુગામ સ્‍ટરલાઈટ કંપનીમાં જઈ રહેલ ટ્રક નંબર જીજે-15-એટી-9502 સેલવાસથી ખાનવેલ રોડ પર સામરવરણી રીંગરોડ બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી, તે સમયે બીજી તરફથી પુરઝડપે આવી રહેલ ટેન્‍કરની જોરદાર ટક્કર લાગતા પલ્‍ટી ગઈ હતી. આ અકસ્‍માતના કારણે ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને તેમણે પોલીસ તથા એમ્‍બ્‍યુલન્‍સને તાત્‍કાલિક કોલ કર્યો હતો. જ્‍યારે ટ્રકના ચાલકને બૂમ મારવાનો પ્રયાસ કરતા કોઈ જ પ્રકારનો જવાબ નહીં આપતા પોલીસ આવી ત્‍યાં સુધી રાહ જોવાઈ હતી અને ત્‍યારબાદ પોલીસે આવીનેતપાસ કરતા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે તેનું ઘટનાસ્‍થળ પર જ મોત થયું હતું.
પોલીસે મૃતક ટ્રક ચાલકના ખિસ્‍સામાં તપાસ કરતા ઓળખ દસ્‍તાવેજના આધારે એમની ઓળખ દિલીપભાઈ મોહનભાઈ પટેલ, રહેવાસી- મોટાપોઢા (તાલુકો કપરાડા) થઈ હતી. ત્‍યારબાદ પોલીસે એમના પરિવારના સભ્‍યોને ઘટના અંગે જાણ કરી હતી અને મૃત શરીરનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યું હતું.
જ્‍યારે અકસ્‍માત કરનાર ટેન્‍કરના ચાલકની અટક કરવામાં આવી છે અને ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

vartmanpravah

દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ ધોડીએ કરેલી ઉમેદવારી

vartmanpravah

‘‘આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે નવસારી કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

વાપીના ત્રણ તોડબાજ પત્રકારો વિરૂધ્‍ધ વધુ એક ફરિયાદ નોંધાઈ: તબીબ પાસે પાંચ લાખ માંગ્‍યા અને તબીબે 1.80 લાખ આપ્‍યા

vartmanpravah

મહેસાણા વડસ્‍મા સત્‍સંગ સાકેતધામ ઈન્‍સ્‍ટિટયૂટની ઘટના : વલસાડ કચીગામની યુવતીની ફાર્મસી કોલેજમાં સહાધ્‍યાયીએ કરેલી હત્‍યાઃ આરોપીની ધરપકડ

vartmanpravah

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment