October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નાસિક રોડ કાકડકોપર પાસે ઈકો અને એસ.ટી. વચ્‍ચે અકસ્‍માત : ઈકો અને બસના 33 મુસાફરો ઘાયલ

અકસ્‍માતમાં ઈકો કાર ફંગોળાઈ ખાડામાં ખાબકી ગઈ : ઘાયલો સારવાર હેઠળ, કોઈ જાનહાની થવા પામી નહોતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપીથી નાસિક હાઈવે ઉપર શનિવારે મોડી રાતે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. વાપીથી ધરમપુર જઈ રહેલી ઈકો કાર ધડાકાભેર કપરાડાના કાકડકોપર ગામ પાસે એસ.ટી. બસ સાથે અથડાઈ હતી. અકસ્‍માતમાં બસ અને ઈકોના 33 જેટલા મુસાફરોને સ્‍થાનિકોએ સારવાર માટે ખસેડયા હતા.
વાપીથી ધરમપુર જવા નિકળેલ ઈકો કાર નં.જીજે 15 સીએન 9821 કપરાડાના કાકડકોપર ગામે પસાર થતી હતી ત્‍યારે વળાંકમાં સામે વાપી તરફ આવી રહેલ એસ.ટી. બસ સાથે ઈકો કાર ધડાકા સાથે ભટકાતા ગંભીર અકસ્‍માતશનિવારે સાંજે સર્જાયો હતો. અકસ્‍માતની જાણ થતા સરપંચ ગણેશભાઈ સહિત સ્‍થાનિકો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. બસના મુસાફર અને ઈકો સવાર મળી કુલ 33 જણાને નાની મોટી ઈજાઓ થઈ હતી. સદનસીબે અકસ્‍માતમાં કોઈ જાનહાની થઈ નહોતી. બે થી ત્રણ જણની સ્‍થિતિ ગંભીર હતી. તમામને 108 અને ખાનગી વાહનોમાં નાનાપોંઢા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્‍માતમાં ઈકો કાર ફંગોળાઈને ખાડામાં પટકાઈ હતી. તેથી વાહનને નુકશાન થયું હતું. બસ ચાલક પણ અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયો હતો.

Related posts

દાનહ પોલીસે મારામારી અને હત્‍યાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

દમણના સચિવાલય સભાખંડમાં નગર રાજભાષા અને રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની મળેલી સંયુક્‍ત બેઠક

vartmanpravah

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દાનહના ઊંડાણના આદિવાસી સમુદાયને આત્‍મનિર્ભર બનાવવા સંકલ્‍પબદ્ધ

vartmanpravah

‘વિશ્વ હિન્‍દુ પરિષદ’ દ્વારા દાનહના દૂધની ગામના બે બાળકોને દત્તક લીધાં

vartmanpravah

Leave a Comment