Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલીના બામણવેલ પાટિયા પાસે આવેલ જીવીએમ પ્‍લાયવુડમાં છેલ્લા બે દિવસ પૂર્વે મજૂરી કામ અર્થે આવેલ દંપતિ કંપનીના કવાટર્સમાં રહેતું હતું. દરમ્‍યાન ગત રાત્રે બારેક વાગ્‍યાના અરસામાં સ્‍વપન મોહિતરામ મહલો (ઉ.વ-43) (રહે.ભસદાબરી દક્ષિણ ધાલકર અલીપુરદોર જલપૈગુરી વેસ્‍ટ બંગાળ) જે રૂમનો દરવાજો બહારથી બંધ કરી નીકળી ગયા બાદ રૂમની આગળ છાપરાના વાંસમાં નાઈલોનની દોરીથી ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા અને તેનું મરણ થતા તેની પત્‍ની પનનીતિબેન સ્‍વપન મોહિતરામ મહલો (ઉ.વ-32)ની ફરિયાદમાં પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

ચીખલી વિસ્‍તારમાં તાવ અને આંખના કેસોમાં થયેલો વધારો

vartmanpravah

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

પારડી બેઠક ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો રાત્રી ચૂંટણી સભાઓ દ્વારા ધૂંઆધાર પ્રચાર

vartmanpravah

વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા ધોધડકુવા ગામે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીનું આયોજન

vartmanpravah

ભામટી માહ્યાવંશી નાઈટ ટૂર્નામેન્‍ટનો દબદબાભેર આરંભ

vartmanpravah

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment