December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાનહ પોલીસે 10 વર્ષના છોકરાને શોધી એના માતા-પિતા સાથે મિલાપ કરાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: દાદરા નગર હવેલીના દાદરા ગામે માધવ રેસીડન્‍સીમાં રહેતા 10 વર્ષનો બાળક ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ સ્‍ટેશનમાં આવી હતી. જેના અંતર્ગત સેલવાસ પોલીસ સ્‍ટેશનમા બીએનએસ 2023ની ધારા 137(2)મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી અને બાળકને શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળક મળેલ નહિ, ત્‍યારબાદ વધુ તપાસ કરતા એમના સગાવાળાઓ અને મિત્રોને પણ પૂછપરછ કરવામાં આવી સાથે વાપી સેલવાસ રોડ પર લગાવવામાં આવેલ પ્રાઈવેટ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી જેમાં છોકરો વાપી તરફ પગપાળા જઈ રહ્યો હોવાનું દેખાઈ આવ્‍યું હતું. પોલીસ ટીમે ખોવાઈ ગયેલ છોકરાનો ફોટો બતાવી અલગ અલગ જગ્‍યા પર પૂછપરછ કરવામાં આવેલ જેમાં ખાતરી થયેલ કે છોકરો વાપીતરફ જ જઈ રહ્યો છે. ત્‍યારબાદ પોલીસે વાપી રિક્ષા સ્‍ટેન્‍ડ અને વાપી રેલવે સ્‍ટેશન પહોંચી તપાસ કરતા છોકરો મળી આવ્‍યો હતો. આ રીતે દાનહ પોલીસે 24 કલાકમાં જ છોકરાને શોધી એના પરિવાર સાથે મિલાપ કરાવ્‍યો હતો.

Related posts

દમણમાં આયોજીત ગ્રિષ્‍મકાલીન(ઉનાળુ) રમત-ગમત પ્રશિક્ષણ શિબિરનું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

કચીગામ ઉચ્ચ પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમના વર્ગખંડમાં અભ્યાસક્રમ શરૂ થતાં સરપંચ ભરતભાઈ પટેલ અને જિ.પં.સભ્ય દિનેશભાઈ ધોડીઍ વિદ્યાર્થીઓને આવકારી આપેલું પ્રોત્સાહન

vartmanpravah

ઝરોલીમાં પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્‍યું

vartmanpravah

દાનહમાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

દમણમાં યોજાનારી પંચાયતીરાજ પરિષદને યાદગાર બનાવવા માટે પ્રદેશ ભાજપનું મનોમંથન

vartmanpravah

Leave a Comment