April 28, 2024
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી નગર પાલીકાની નવી ચૂંટાયેલી પાંખની બેઠક 1પ ડિસે. મળશે : પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે નામો ચર્ચામાં

દેવલબેન દેસાઈ, કાશ્‍મિરાબેન શાહ અને અર્ચનાબેન દેસાઈ વચ્‍ચે હરિફાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
વાપી નગર પાલિકાની સામાન્‍ય ચૂંટણી સંપન્ન થઈ છે. જેમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો પૈકી 37 બેઠકો ભાજપે જીતી છે. તેથી અગામી સમયે ભાજપ સત્તા ઉપર આરૂઢ થેશ તે પહેલા પાલીકાના નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ કોણ હશે. તેની રાજકીય ચર્ચાઓ અને સમીકરણોના મંડાણ આરંભાઈ ચૂક્‍યા છે. કારણ કે નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્‍ય બેઠક અગામી તા. 1પમી ડિસેમ્‍બરના રોજ મળનાર છે. તેમાં નવા પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશેએ નક્કી છે.
વાપી નગર પાલિકા સામાન્‍ય ચૂટણીનું પરિણામ 30 નવેમ્‍બરના રોજ ડીક્‍લેર થયું હતું. ભાજપને 37 બેઠક, કોંગ્રેસને 7 બેઠક તેમજ આપ અને અપક્ષની સંપૂર્ણ હાર થઈ હતી. તેથી ભાજપ સત્તાના સુત્રોસંભાળશે અને વિરોધ પક્ષમાં કોંગ્રેસ બેસશે હવે વાપી ન.પાના નવા પ્રમુખ ઉપપ્રમુખ કોણ ? પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મહિલા સામાન્‍ય બેઠક હોવાથી વોર્ડ નં.3 દેવલબેન દેસાઈ તથા અર્ચનાબેન શાહ તથા વોર્ડ નં.8ના કાશ્‍મિરાબેન શાહના નામોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોવુ એ રહેશે કે પાર્ટી કોને મેન્‍ડેટ આપે છે. અને નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ કોણ બને છે તેતો આગામી 1પ ડિસેમ્‍બરે જાણી શકાશે.

Related posts

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે 20 નવે.ના શનિવારથી યોજાનારી શિવ કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગણપતિની ૯ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ: પી.ઓ.પી.ની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું

vartmanpravah

વાપી પાલિકા વર્તમાન શાસકોની ટર્મ છ મહિનામાં પુરી થશે : બે વર્ષમાં કેટલાક પ્રોજેક્‍ટ પુર્ણ કેટલાક અધુરા

vartmanpravah

વાપી જુના શાકભાજી માર્કેટ ઉપર પાલિકાનો હથોડો : ડિમોલિશન સમયે અસામાજીક તત્ત્વોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah

2024ના નવા વર્ષને વધાવવા દાદરા નગર હવેલીમાં ઉમટી પડેલું યુવાધન

vartmanpravah

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

vartmanpravah

Leave a Comment