March 28, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં 76.35 ટકા મતદાનઃ 4 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ

  • દાનહમાં કોવિડ-19ના પ્રોટોકોલ સાથે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ચૂંટણીઃ મંગળવારે મત ગણતરી

  • 2019ની લોકસભા ચૂંટણી કરતા 3 ટકા ઓછું નોંધાયેલું મતદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે 76.35 ટકા મતદાન સાથે 4 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચુક્‍યા છે. સંપૂર્ણ શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયેલી આ પેટા ચૂંટણીમાં મતદારોએ વહેલી સવારથી જ મતાધિકાર માટે પોતાનો ઉત્‍સાહ દર્શાવ્‍યો હતો. મતગણતરી મંગળવાર તા.2જી નવેમ્‍બરના રોજ પોલીટેક્‍નિક કોલેજ કરાડ ખાતે કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોવિડ-19ના પ્રોટોકોલ સાથે મતદારો આજે વહેલી સવારથી જ ઉમટી પડયા હતા અને પ્રથમવાર મતદાન કરનાર નવલોહિયા યુવાન-યુવતિઓ પણ લાંબી લાઈનોમાં ઉભા રહી પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. કેટલાક સિનિયર સીટીઝનો કે જેઓ ચાલી નહીં શકતા હોય તેવા લોકો પરિવારના લોકોના સહારે આવી મતદાન કર્યું હતું.
આ ચૂંટણીમાં ખાસ આકર્ષણ સ્‍કાઉટ ગાઈડના વોલ્‍યુટર દ્વારા મતદારોની કરવામાં આવેલી સેવા જોવા મળી હતી. આટીમ દ્વારા સિનિયર સીટીઝન કે જેઓ ચાલી નહીં શકતા હોય તેઓને વ્‍હીલચેરમાં બેસાડીને મતદાન કરવા લઈ જવાતા પણ જોવા મળ્‍યા હતા.
ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતે કૌંચા ગામના વોર્ડ નં.1 પારસપાડામાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે ટોકરખાડા સેલવાસ પ્રાથમિક શાળામાં પોતાના પુત્ર અને પુત્રી સાથે મતદાન કર્યું હતું. જ્‍યારે કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડીએ ઝંડાચોક શાળામાં પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. સમગ્ર ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર શ્રી ગણેશ ભુજાડા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેમની હાજરી દેખાઈ નહીં હતી.
દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં કોવિડ-19ના પ્રોટોકોલના કારણે મતદાનનો સમય સવારના 7 વાગ્‍યાથી સાંજે 7 વાગ્‍યા સુધી રાખવામાં આવ્‍યો હતો. જેમાં સવારે 11 વાગ્‍યા સુધી 24 ટકા મતદાન થયું હતું. બપોરે 1 વાગ્‍યા સુધી 39.27 ટકા, 3 વાગ્‍યા સુધીમાં 53.71 ટકા અને સાંજે 5 વાગ્‍યા સુધીમાં 66.99 ટકા મતદાન થયું હતું. જ્‍યારે સાંજે 7 વાગ્‍યા સુધીમાં મતદાનનો આંકડો 75.51 ટકા ઉપર પહોંચ્‍યો હતો.
અત્રે નોંધનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં 79.59 ટકા મતદાન નોંધાયું હતું. તેની સામે આ 3 ટકા જેટલું ઓછું મતદાનનોંધાવા પામ્‍યું છે. જ્‍યારે 2009ની લોકસભા ચૂંટણીમાં 73.22 ટકા મતદાન થયું હતું અને 2014ની ચૂંટણીમાં સૌથી વધુ 84.08 ટકા મતદાન નોંધાયું હતું.

Related posts

કચીગામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સરપંચ ભરતભાઈ પટેલે સમસ્‍યાના ઉકેલની સાથે પંચાયતના વિકાસનું જાહેર કરેલું વિઝન

vartmanpravah

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૨૩મી સપ્ટે.ના રોજ સંઘપ્રદેશમાં થનારા ૩ વર્ષ પૂર્ણ

vartmanpravah

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

vartmanpravah

સરીગામની શાળાઓમાં યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રવેશોત્‍સવની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના ઘરે જઈ પરિવારને સમજાવવા કરેલો અનોખો પ્રયાસ

vartmanpravah

દમણ-દીવમાં પણ જમીનના ટોચમર્યાદા ધારાનો થનારો અમલ

vartmanpravah

Leave a Comment