October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરી ફળીયામાં પાલિકાના પાણી સંપમાં પડી જતા 7 વર્ષિય બાળકનું ડૂબી જતા મોત

સંપનું ઢાંકણ ન હોવાથી 7 વર્ષિય કૈફ અન્‍સાર પાણીની ટાંકીમાં પડી ગયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી ડુંગળી ફળીયા એકતા નગરમાં રવિવારે સાંજના એક કરૂણાંતિકા સર્જાઈ હતી. અહીં આવેલા વાપી નગરપાલિકા પાણીના સંપમાં 7 વર્ષિય બાળક રમતા રમતા અંદર પડી ગયા બાદ બાળકનું ડૂબી જતા મોત નિપજ્‍યું હતું. ઘટના બાદ હંગામો મચી ગયો હતો. સેંકડો લોકો એકઠા થઈને પાણીની બેદરકારી સામે ભારે આક્રોશ ઠાલવ્‍યો હતો.
વાપી ડુંગરી ફળીયા એકતા નગર વિસ્‍તારમાં પાણી ટાંકી (સંપ) આવેલો છે. અહીં આસપાસ બાળકો રોડ રમે છે. રવિવારે સાંજના કૈફ અન્‍સારી ઉ.વ.7 નામનો બાળક રમતા રમતા ટાંકીનું ઢાંકણ નહી હોવાથી અંદર પડી ગયો હતો. ઘટનાની જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતા. ડુંગરા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્‍થળે પહોંચી રેસ્‍ક્‍યુ કામગીરી હાથ ધરી હતી. ભારે મુશ્‍કેલી બાદ બાળકને બહાર કાઢવામાં આવ્‍યો હતો. નજીકની હોસ્‍પિટલમાં તાત્‍કાલિક સારવાર માટે લઈ જવાયો હતો. જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરે જૈફને મૃત જાહેર કર્યો હતો. પોતાના વહાલસોયા પૂત્રના મૃત્‍યુ બાદ પરિવાર હતપ્રભ થયો હતો. સેંકડો લોકો એકઠા થઈ ભારે હોબાળો મચાવ્‍યો હતો. આ ઘટના બાદ પાલિકા સુત્રોએ જણાવ્‍યું હતું કે, અગાઉ બે વાર ઢાંકણ નાખવામાં આવ્‍યા હતા. લોકોને ધ્‍યાન રાખવાની જાહેર સુચના આપીહતી. ટાંકી ઉપરથી ઢાંકણ ચોરાઈ જતા હતા.

Related posts

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

vartmanpravah

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

vartmanpravah

ચીખલીના વંકાલ મોખામાં યોજાયેલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માધવ ઈલેવન ચેમ્‍પિયન અને રનર્સઅપ તરીકે યશ્ચિ ઈલેવન આવતા બંને ટીમોને ટ્રોફી એનાયત કરાઈ

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી વિધાનસભા મતવિસ્‍તારમાં કુલ-23 જેટલા માર્ગોની 10.37 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થશે

vartmanpravah

ધનતેરસના દિને પ્રદેશના લોકો સોના-ચાંદીની દુકાનમાં સોના-ચાંદીની ખરીદી માટે ભીડ

vartmanpravah

Leave a Comment