July 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કુંભઘાટ પર થયેલ અકસ્‍માતના ઈજાગ્રસ્‍તો અને દેવસરની ફેક્‍ટરીમાં આગથી ઘાયલ કામદારોની વલસાડ સિવિલમાં મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે ગતરોજ કપરાડાના કુંભઘાટ પર થયેલા અકસ્‍માતના ઈજાગ્રસ્‍ત લોકો અને બીલીમોરા નજીક આવેલ દેવસરમાં ફેક્‍ટરીમાં આગ લાગવાની દુર્ઘટનામાં ઘાયલ થયેલા કામદારોનીમુલાકાત લઈને તેમની તબિયતના ખબર અંતર પૂછીને ઝડપથી પુનઃ સ્‍વસ્‍થ થવા માટે શુભેચ્‍છા પ્રગટ કરી હતી. સારવાર લઈ રહેલા દર્દીઓની સારવારમાં કોઈ કચાસ ન રહે એ માટે હોસ્‍પિટલના અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાથે વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા આઈટી સેલના ઈન્‍ચાર્જ શ્રી ધૃવિનભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ શ્રી મિહિર પાંચાલ, હોસ્‍પિટલના અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે જીઆઈડીસી સૌરભ સોસાયટીમાં સરદાર પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ડો. મનસુખ માંડવિયા માતા, નવજાત, બાળ આરોગ્ય (PMNCH), જીનીવા માટે ભાગીદારીના સહયોગથી આયોજિત કિશોરો અને યુવાનોના આરોગ્ય અને સુખાકારી પર જી20 કો-બ્રાન્ડેડ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે

vartmanpravah

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

vartmanpravah

વકીલ પર હુમલો કરનારાનો કેશ નહી લેવા પારડી વકીલ મંડળનો ઠરાવ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

Leave a Comment