January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી વિસ્‍તારમાં વધુ એક લવ જેહાદનો કિસ્‍સો નોંધાયો : વિધર્મી યુવક વિરૂધ્‍ધ ફરીયાદ બાદ અટક

વાપી પાસેના એક ગામમાં 23 વર્ષિય યુવતિ સાથે શારિરીક સબંધો રાખી લગ્નનો ઈન્‍કાર કરતા ઈરફાન નઈમ ચૌધરી સામે ફરિયાદ 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વાપી વિસ્‍તારમાં અવાર-નવાર લવ જેહાદના કિસ્‍સા પ્રકાશમાં આવતા રહેલા છે. તેવો વધુ એક કિસ્‍સો વાપી પાસેના એક ગામમાં બન્‍યો છે. ગામમાં રહેતા વિધર્મી યુવક સામે શારિરીક ભોગ બનનાર 23 વર્ષિય યુવતિએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
વાપી નજીક આવેલ એક ગામમાં પરપ્રાંતિય પરિવારની 23 વર્ષિય યુવતિ જ્‍યોતિ (નામ બદલેલ છે) ને ગામમાં રહેતા વિધર્મી યુવક મોહંમદ ઈરફાન નઈમ ચૌધરી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. ઈરફાને સમયાંતરે જ્‍યોતિને દમણ તેમજ આસપાસના સ્‍થળોએ ફરવા લઈ જતો અને શારિરીક સબંધ બાંધતો રહેલો, યુવતીને લગ્નની લાલચ આપતો રહેલો. બાદમાં લગ્નનો ઈન્‍કાર કરી દેતા યુવતિએડુંગરા પોલીસ મથકમાં ઈરફાન નઈમ ચૌધરી વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈરફાનની અટક કરી છે. કોરોના રિપોર્ટ આવ્‍યા બાદ કાયદેસરની ધરપકડ કરવામાં આવશે.

Related posts

ચીખલી નેશનલ હાઈવે થાલા પાસે સર્વિસ રોડ ઉપર રાત્રીના સમયે જ્‍વલંત કેમિકલ ભરેલ ટેન્‍કર ગટરમાં ઉતરી જતા નાસભાગ મચી

vartmanpravah

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

વાપી કરવડ અને કોચરવામાં આગના બે બનાવ બન્‍યા

vartmanpravah

સેલવાસની ફેશન મોડલનો ફોટો આર્ટેલ્‍સ પત્રિકાના ફ્રન્‍ટ પેજ પર

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment