

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંકુલમાં નવનિર્મિત ‘‘પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી બાળભવન” નું ગુરુવારે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત પ્રી પ્રાઇમરી તથા બાલવાટિકાના બાળકો માટે અદ્યતન સુવિધા સજ્જ ‘‘પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી બાળભવન” સંપૂર્ણપણે તૈયાર થઈ જતા ગુરુવારે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્થાપક પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી તથા મેનેજિંગ ટ્રસ્ટી જ્યાં કપિલ સ્વામીના હસ્તે આ નવનિર્મિત ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. શાષાોત મંત્રોચાર સાથે આ ભવનને ખુલ્લુ મુકાયું હતું. નર્સરીથી ધોરણ-2 સુધીના વિદ્યાર્થીઓ આ બાળભવનમાં સંસ્કારયુક્ત આધુનિક શિક્ષણ પ્રાપ્ત કરશે.
માં સરસ્વતી તથા રાધાકળષ્ણજી અને ભગવાન સ્વામિનારાયણનું પૂજન અને દીપ પ્રાગટય સાથે શ્લોક અને ભજન બાદ નાના ભૂલકાઓ દ્વારા હનુમાન ચાલીસા બોલાવી વાતાવરણ દિવ્ય બનાવી દીધું હતુ. પૂજ્ય માધવ સ્વામી તથા પૂજ્ય રામ સ્વામી દ્વારા પ્રસંગોચિત પ્રવચનમાં વર્તમાન સમયમાં શિક્ષણ સાથે કેવા ઘડતરની જરૂરિયાત છે તે સમજાવી આ ભવન થકી તે સાકાર કરવા પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. પૂજ્ય કપિલ સ્વામીજીએ આ નવનિર્મિત ભવનમાં શ્રેષ્ઠ શિક્ષણ સાથે નવો અભિગમને સાકાર કરવા કોઈ કચાસ નહી છોડાય તેવો વિશ્વાસ વ્યક્ત કરી વિદ્યાર્થી તથા શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા. પૂજ્ય પુરાણી સ્વામીજીએ આશીર્વચન આપ્યાહતા.
નવા બાળભવનને પ્રિ પ્રાયમરીનાં આચાર્ય શ્રીમતી નીતુ સિંહ તથા બાળવાટીકા પ્રિન્સિપાલ શ્રીમતી આશા દામાનાં માર્ગદર્શન હેઠળ શિક્ષકગણ દ્વારા સજાવી બાળકોને આ નવા ભવનમાં ઉત્સાહભેર આવકાર્યા હતા.