September 2, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ અથાલ ગામે અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે મોત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૭: દાનહ અથાલ ગામે ઍક કંપની નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થતા યુવાનનું ઘટના સ્થળ પર મોત થયુ હતું.
પ્રા વિગત અનુસાર વિપુલ અમૃત પાટકર (ઉ.વ.૨૧) રહેવાસી ચીરાપાડા અથાલ જે મેલીનીયમ માર્બલ કંપનીમા નોકરી કરે છે. જેની રજા હોવાથી અથાલ ચોકડી પાસે પોતાની સ્પ્લેન્ડર બાઈક નંબર ડીઍન-૦૯-ડબ્લ્યુ-૧૦૪૪ પરિવારના માટે નાસ્તો લેવા નીકળ્યો હતો. પરત ફરતી વખતે પ્રિન્સ પાઈપ કંપની નજીક મુખ્ય રસ્તાની હાલત ખરાબ હોવાને કારણે અચાનક બાઈક પરથી બેલેન્સ ગુમાવી દેતા સામેથી આવતી ટ્રક નંબર ડીડી-૦૩-ઍચ-૯૮૨૫ સાથે ટકરાયો હતો અને બાઈક સાથે પાછળના ટાયરમા ફસાઈ ગયો હતો.જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, અથાલ ચોકડીથી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તરફનો રસ્તો વરસાદને કારણે ઍકદમ જર્જરિત થઇ ગયેલ છે. આ રસ્તા પર મોટા મોટા ખાડા પડેલા છે જેને કારણે નાના મોટા અકસ્માતો થતા રહે છે. આજની ઘટનામાં પણ રસ્તા પર પડેલ ખાડાના કારણે યુવાનનું બાઈકનું બેલેન્સ ગુમાવતા પોતાનો જીવ ગુમાવવો પડયો છે. સેલવાસ પોલીસ દ્વારા બાઈક અને ટ્રકનો કબ્જો લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ખાનવેલ ગ્રા.પં.ના 11 આંગણવાડી સેન્‍ટરો ઉપર પૌષ્‍ટિક આહાર કીટ, બિસ્‍કિટ તથા રાગીના લાડુનું કરાયેલું વિતરણ

vartmanpravah

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમાર પરિવારના સભ્‍યોએ કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણમાં 18, દાનહમાં 21, દીવમાં 0ર કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

દાદરાની સરલા પરર્ફોમન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓની પગાર વધારા મુદ્દે હડતાલ

vartmanpravah

Leave a Comment