January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

વાંસદા બુરવડપાડા નજીક બસ પલ્‍ટીમારતા આઠ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાદરા નગર હવેલીના વાંસદા બુરવડપાડા ગામ નજીક ટેકરા પાસે પ્રાઇવેટ બસની બ્રેક ફેઈલ થઈ જતા રસ્‍તાની સાઈડ પર પલ્‍ટી મારી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર બેડપાથી દૂધની ગામે સગાઈ માટે ગયેલ સ્‍થાનિકો મીની બસ નંબર ડીડી-01-સી-9204મા ત્રીસ જેટલા વ્‍યક્‍તિઓ ગયા હતા. જેઓ રાત્રે 10 વાગ્‍યાના સુમારે પરત આવી રહ્યા હતા, ત્‍યારે વાંસદા બુરવડપાડા નજીક મોટો ટેકરો આવતા બસમા ટેક્રિકલ ખામી સર્જાતા બ્રેક ફેઈલ થઇ ગઈ હતી.
બસમા સવાર કેટલાક વ્‍યક્‍તિઓ તો સમય સુચકતા વાપરી ઉતરી ગયા હતા પરંતુ આઠ વ્‍યક્‍તિઓ અંદર જ રહી ગયા હતા. ટેકરા પરથી બસ રોડની સાઈડ પર ખાડામા જતા પલ્‍ટી ગઈ હતી. જેમાં આઠ વ્‍યક્‍તિઓ ઘાયલ થયા હતા. જેઓને તાત્‍કાલિક 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ખાનવેલ અને સેલવાસ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્‍યા હતા.
વનિતા વાંગડ,મીના ટોકરે,સંદીપ વાંગડ,મનોજ ચૌધરી, મહિન્‍દ્રા ટોકરે, જય ટોકરે,સુમિત્રા ટોકરે, વિકાસ ખંજોડીયા તમામ રહેવાસી બેડપા જેઓને ઈજાઓ થઇ હતી. જેમા છ વ્‍યક્‍તિને ખાનવેલ સબ જીલ્લા હોસ્‍પિટલ અને બે વ્‍યક્‍તિને ગંભીર ઇજા થતા તેઓને સેલવાસ સિવિલ હોસ્‍પિટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્‍યાહતા.

Related posts

દાનહમાં વિવિધ પ્રજાતિઓના 181 પક્ષીઓઃ વન વિભાગના સર્વેનું પ્રમાણ

vartmanpravah

અથાલ નજીક ટેન્‍કર સાથે ટ્રક અથડાતા રસ્‍તા પર ઓઇલ ઢોળાતા સર્જાયેલો ટ્રાફિક જામ

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના પ્રકોપથી વધુ એક વ્‍યક્‍તિનું થયેલું મોત

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વર્ષા ગીતોનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી પોલીસ સ્‍ટેશન પાસે માનસિક બીમાર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

vartmanpravah

Leave a Comment