April 19, 2024
Vartman Pravah
ગુજરાતવલસાડવાપી

રસીકરણ મહાઅભિયાન અંતર્ગત વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર રાત્રિ વેક્સિનેશન સેશનનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૧૭
વલસાડ જિલ્લામાં કોવિડ રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્નાં છે જેને વેગ આપવા માટે જિલ્લા વહીવટીતંત્રઍ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર રાત્રિ વેક્સિનેશન સેશન ચાલું કર્યુ છે.
વલસાડ જિલ્લામાં રસીકરણનો ૧૦૦ ટકા લક્ષ્યાંંક પુરો કરવા માટે જિલ્લા કલેક્ટર શિપ્રા આર્ગે, જીલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરુવની તથા જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા. અનિલ પટેલ અને સ્ટાફે વાપી, વલસાડ રેલ્વે સ્ટેશનો ઉપર રાત્રે આવતા જતા મુસાફરોનું પરિક્ષણ અને બાકી હોય તેવા લોકોને રસી આપવાનો નવતર અભિગમનો ગતરોજ પ્રારંભ કર્યો છે. જિલ્લા વહીવટીતંત્રની નેમ છે કે સમગ્ર જીલ્લો રસીકરણથી આવરી લેવો તે અંતર્ગત હવે રેલ્વે સ્ટેશનો ઉપર પણ રાત્રે રસીકરણ અભિયાન કાર્યરત રહેશે.

Related posts

ઉમરગામમાં 6 રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલાયા 

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસતંત્ર દ્વારા પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે કાદવ હોળીની ઉજવણી

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે ત્રણ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં સ્થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવીના ફૂટેજથી અકસ્માત કરનાર પીકઅપ ચાલકને શોધી કાઢ્યો

vartmanpravah

Leave a Comment