December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલ ગામે કાવેરી નદીના તટે આવેલ પૌરાણિક બ્રહ્મદેવ બાપાના મંદિરના ત્રીજા પાટોત્‍સવની ભક્‍તિભાવપૂર્વક કરવામાં આવેલી ઉજવણી

કાવેરી નદીના તટે 53 વર્ષ પહેલાં બ્રહ્મદેવ બાપાના મંદિરનુ નિર્માણ ઉકાભાઈ ઢેડકા પટેલ દ્વારા કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: વંકાલમાં સુંદર ફળિયાથી આગળ કાવેરી નદીના તટે એકાંત અને રમણીય વિસ્‍તારમાં વર્ષો પૂર્વે નાંદરખાના ઉકાભાઈ ઢેડકાભાઈ પટેલ દ્વારા બ્રહ્મદેવ બાપાના મંદિરનું નિર્માણ કરાયું હતું. વંકાલ ગામ અને આસપાસના ગામોના અનેક લોકોનું આસ્‍થાનું કેન્‍દ્ર બનેલ બ્રહ્મદેવ બાપાનું અંદાજે 39-લાખ રૂપિયાના ખર્ચે પૌરાણિક મંદિરની બાજુમાં સન.2021 માં નવા મંદિરનું નિર્માણ સ્‍થાનિકો દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેનો આજે ત્રીજા પાટોત્‍સવને લઈને ભક્‍તોમાં અનેરો ઉત્‍સાહઅને આનંદ જોવા મળી રહ્યો હતો. યુવાનો દ્વારા રંગ બે રંગી ફૂલ અને લાઇટથી બાપાનો અને મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્‍યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડી બ્રહ્મદેવ બાપાની પૂજા-અર્ચના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.
ભુદેવોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથે વહેલી સવારે શરૂ થયેલ રૂદ્ર યજ્ઞમાં પણ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ ભાગ લીધો હતો. મહા આરતી બાદ યોજાયેલ મહાપ્રસાદનો પણ હજ્‍જારોની સંખ્‍યામાં ભક્‍તોએ લાહ્વો લીધો હતો. બ્રહ્મદેવ બાપામાં અતૂટ શ્રધ્‍ધા ધરાવતા અનેક શ્રધ્‍ધાળુઓએ મન મુકીને દાનની સરવાણી વહેડાવી હતી.

Related posts

ઝોન કક્ષાની વાર્તા કથન સ્‍પર્ધામાં ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળા વાપીની વિદ્યાર્થીની દ્વિતિય ક્રમે વિજેતા

vartmanpravah

દાનહઃ ફલાંડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah

રાષ્‍ટ્રીય શાળા રમત-ગમત સ્‍પર્ધા-2023 દમણમાં જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા પૂર્ણ: દમણ જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ સક્રિયપણે લીધેલો ભાગ

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપ દ્વારા પ્રિન્‍સિપાલ અને શિક્ષકોનું શાલ ઓઢાડી ગુલદસ્‍તો આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપીમાં મળસ્‍કે ફુડ કંપનીમાં ભિષણ આગ લાગી : આગના ધુવાડા કિલોમીટર સુધી વિસ્‍તર્યા હતા

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment