Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં પશુઓમાં ફેલાયેલો લમ્‍પી વાયરસની ગંભીરતા લેવાની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.06: ઉમરગામ તાલુકામાં છેલ્લા બે મહિનાથી પશુઓમાં ખાસ કરીને ગાય અને બળદમાં લંપી વાયરસ જોવા મળી રહ્યો છે. આ વાયરસની ગંભીરતા દાખવી આજરોજ ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ઉમરગામ મામલતદાર શ્રીમતી જૈનીશ પાંડવ તેમજ ઉમરગામ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી અને એમની ટીમે સરીગામ જીઆઈડીસી સ્‍થિત દામોદર કંપનીની બાજુના પ્‍લોટમાં પશુઓને એકત્રિત કરી જ્‍યાં ઢોરોને વાયરસની સારવારકરવામાં આવી રહેલા સ્‍થળની મુલાકાત કરી હતી. આ સ્‍થળે મુલાકાત દરમિયાન ઉમરગામ મામલતદાર શ્રીમતી જૈનિશ પાંડવ અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે પશુઓની સારવાર કરી રહેલા ડોક્‍ટર અને અગ્નિવિર ગૌસેવા સંગઠનના કાર્યકર્તાઓની પ્રશંસા કરી અને સલાહ સૂચનો કર્યા હતા. અને જરૂરિયાત મુજબ મદદ કરવાનું પણ જણાવ્‍યું હતું. છેલ્લા બે મહિનાથી પશુઓમાં લંપી વાયરસ જોવા મળી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી સમગ્ર તાલુકામાં આ પ્રકારના વાયરસથી પીડાતા પશુઓને સારવાર આપવામાં અગ્નિવિર ગૌરક્ષક સંગઠનના સંચાલકો કમલેશભાઈ પંડિત અને ઉમેશભાઈ રાજપુરોહિત અને એમની ટીમ સેવા આપી રહ્યા છે.

Related posts

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

vartmanpravah

ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્‍યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે

vartmanpravah

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજીના વડાપ્રધાન સિટીવેની રાબુકાજી અને નાયબ વડાપ્રધાન બિમન પ્રસાદે કરેલું ઉમળકાભેર ભાવભીનું અભિવાદન

vartmanpravah

વલસાડ સિવિલમાં મૃત નવજાત શિશુને તરછોડી રફુચક્કર થઈ ગયેલી નિષ્‍ઠુર માતા ડુંગરાથી ઝડપાઈ

vartmanpravah

વલસાડના રોલા ગામના નિવૃત્ત શિક્ષકે રાષ્‍ટ્રીય માસ્‍ટર એથ્‍લેટિકમાં સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

vartmanpravah

Leave a Comment