October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત મંગળવારથી બે દિવસ માટે દમણના કોળી સમાજના હોલમાં વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન

૨૧ અને ૨૨ સપ્ટેમ્બર સુધી ચાલનારા ઍક્સ્પોમાં ઍક્સપોર્ટ ઓરિઍન્ટેડ ઍકમોને ભારત સરકાર દ્વારા મળતા વિવિધ પ્રોત્સાહનો અને યોજનાઓની પણ અપનારી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૧૯ઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મંગળવારે નાની દમણ ભેેંસરોડ ખાતે આવેલ કોળી સમાજના હોલમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારત સરકારના દિશા-નિર્દેશ હેઠળ વાણિજ્ય ઉત્સવ(ઍક્સ્પો)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ સિન્થેટિક ઍન્ડ રેયોન ટેક્સટાઈલ ઍક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ઍસઆરટીઈપીસી) મુંબઈ અને ડાયરેક્ટર જનરલ અોફ ફોરેન ટ્રેડ(ડીજીઍફટી) નવી દિલ્હી આ ઍક્સ્પોમાં ભાગ લઈ ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભ અને ઈન્સેટિવ્સની બાબતમાં જાણકારી આપશે.
વાણિજ્ય ઉત્સવ આયોજન કરવાનો મુખ્ય હેતુ આપણા દેશના ઉત્પાદનો અને સેવાઓની બાબતમાં જાણકારી ફેલાવવી અને નિકાસકર્તા ઍકમોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. ૨૧ અને ૨૨મી સપ્ટેમ્બર સુધી ચાલનારા વાણિજ્ય ઉત્સવમાં વિવિધ ઍક્સ્પોર્ટ યુનિટો ભાગ લઈ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન પણ કરશે.

Related posts

કપરાડાની અસલકાંટી કેન્‍દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કરાડીપાથ સંસ્‍થા સાથે મળી અંગ્રેજી ભાષા શિખવવાનો કાર્યક્રમ શરૂ કર્યો

vartmanpravah

આજે રક્ષાબંધન પવિત્ર પર્વે નિમિત્તે વાપીપાલિકાની ભેટ : બહેનો અને બાળકો માટે સીટી બસમાં નિઃશુલ્‍ક સફર

vartmanpravah

વાપીમાં કન્‍ટેનરમાં પાછળથી ટેમ્‍પો ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો : ટેમ્‍પો ચાલકનું મોત

vartmanpravah

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah

એંઠવાડો ઉલેચી કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે

vartmanpravah

Leave a Comment